________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯ પ્રભુ પણ સચ્ચારિત્રવાન્ ઉપર અધિક પ્રસન્ન થાય છે; સમ્યગદર્શન-સમ્યજ્ઞાન અને ચારિત્ર દ્વારા દાસત્વ ટળે છે અને સેવક તે સ્વામી બને છે; સ્વામી બનવાની સદા અભિલાષા રાખવી જોઈએ; સારે સેવક સ્વામી બનવાની અભિલાષા રાખે છે અને આજ્ઞા મુજબ વર્તન કરવા અતિશય બલને ફેરવે છે.
સેવક બનેલાની અભિલાષા, વિચારો, ઉરચાર અને આચારે ઉચ્ચ હેવા જોઈએ; હલકા વિચારે અને આચારવાળા સ્વામી બનતા નથી. જે વિષય કષાયના વશ વતી રહેલા છે, તેમાં જ આસકત બનેલા છે, તેઓ સ્વામી ક્યાંથી થાય? સ્વામી થવાને માટે સદ્ગુણે લાવવાની આવશ્યકતા છે, તે વિના સ્વામી બનાશે નહી; માટે પ્રથમ વ્રત નિયમને ધારણ કરીને દુન્યવી અભિલાષાઓને હઠાવે!
૬૦૫. આત્મવિકાસ કરવા-આત્મબલને પ્રાપ્ત કરવા માટે કરેલા પુરુષાર્થથી વિવિધ ચિન્તાઓ વિવિધ વ્યાધિઓ અને વિડંબનાએ આવતી નથી. કદાચિત આવે તે ક્ષણવારમાં ખસી જાય છે. અને ઉલ્લાસ-આનંદ આવીને ઉપસ્થિત થાય છે; પણ જે પુરૂષાર્થ દુન્યવી વિષય સુખને માટે કરવામાં આવે તે ચિત્તાઓ વગેરે આવીને બરાબર ઘેરે ઘાલે છે, અને દરેક રીતે બરબાદી કરી મૂકે છે, તેથી અધોગતિને આવવાને અવકાશ સુલભ બને છે; મનમાં શાંતિ રહેતી નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી કે પ્રકારે શાંતિ મળતી નથી. તમને અનુભવ તે હશે જ કે જ્યારે તમે ધર્મધ્યાનમાં હશે અગર ચિન્તા વિનાના હશે ત્યારે તમને આનંદ અને ઉલ્લાસ રહેતા
For Private And Personal Use Only