________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
શકાય કયાંથી? માટે તેવા સુખની લાલચ પણ ત્યાગ કરવા લાયક છે, અને ત્યાગ કરવા સમ્યગ દર્શન જ્ઞાન અને ચારિત્રની આવશ્યક્તા રહેવાની, ભૌતિક સુખ લાલચ-આશામાં આસક્તિ ગુપ્તપણે રહેલી છે, અને આસક્તિના ગે વિવિધ વિડંબના પરિતા પાદિકને આવવાને અવકાશ મળે છે, તેથી કેઈ પણ પ્રકારે સ્થિરતા જામતી નથી અને ચંચલતા વધ્યા કરે છે; ગમે તેવા ભૌતિક સુખના સાધને મેળવશે તે પણ ચંચલતા ટળશે નહીં, તે પછી સ્થિરતાને આવવાને અવકાશ ક્યાંથી મળશે? માટે સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી તેવી લાલચને ત્યાગ કરે લાલચને ત્યાગ થતાં ઈચ્છા-આશા-અને તૃષ્ણને દેશવટે મળશે, અને સ્થિરતાને આવતાં વિલંબ થશે નહી; અરે! અમે એકલા સહાય વિનાના છીએ ! અમારું ભવિષ્યમાં શું થશે? એ ભય ચિન્તા વિગેરે રહેશે નહી અને નિર્ભયતાપૂર્વક આત્મવિકાસમાં આગળ વધાશે, પછી ભૌતિક સુખની અભિલાષા-કે લાલચ થશે નહીં, સાચી વસ્તુની-સાચા સુખની બરોબર એળખાણ થતાં તેના ઉપર આદર થાય છે, અને આદર થતાં તેવા સત્ય સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ બનાય છે, પ્રયાસ કરતાં અલય-અપૂર્વ વસ્તુઓ પણ આવી મળે છે, આવિર્ભાવ થાય છે, માટે ભૌતિક પદાર્થોનું અનેકાંત દષ્ટિએ તપાસ કરે; એકાંતદષ્ટિને ત્યાગ કરે.
૬૫૮. કેટલાક મનુષ્ય, પિતાના વહાલાં સગાં સબધીઓને વિગ થાય છે, અગર જ્યારે બહુ પ્રતિકૂલ બની વેરી જેવા બને છે ત્યારે કહે છે કે, અમારે ભવ બગડશે. હવે અમારી કેવી દશા થશે? આ પ્રમાણે
For Private And Personal Use Only