________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
૨૧૭, મદવાડે વખતે તેમજ વિપત્તિ વખતે જે વૈરાગ્ય થાય છે, તેવા વૈરાગ્ય કાયમ રહે તે માણુસે ઘણી શક્તિઓને તેમજ શુદ્ધિને મેળવી શકે; અને મળેલી સાધન સામગ્રી વિક્ લતા ધારણ કરે નહી. તે માટે શાણાઓ પ્રથમથી જ ધમની આરાધના કરવા તત્પર બને છે, અને ત્યાગ ધર્મની આરાધના કરીને મમતાને હઠાવે છે.
૨૧૮. સુખદુઃખની પનારૂપી વાદળા ઉભા કરીને જ્ઞાનસૂર્યને ઢાંકે નહી, અને અધકારમાં વધારા કરી નહી. કારણકે મિથ્યાત્વરૂપી અંધકારમાં એકેય સત્યસુખના માર્ગ નહી જડે અને ઘેર અટવીમાં અથડાવુ પડશે. જેમ જેમ સુખદુ:ખની કલ્પનાએ અલ્પ થતી જાય છે તેમ તેમ સમ્યગ્દર્શન અને જ્ઞાનના આવિર્ભાવ થાય છે.
૨૧૯. સ્વામય જીવન ગાળી, ધનાદિકને મેળવતાં નીતિ અને અનીતિનુ,—ધર્માંધમનું ભાન હેતુ નથી તેથી ધનાદિક હાતે પણ હૃદયમાં શાંતિ રહેતી નથી. ભલે પછી વિશ્વભરની સકલ સંપત્તિ હાય તાપણુ હૃદયમાં શાંતિ રહેશે નહી. માટે નીતિ તથા ધર્મને ભૂલા નહી.
૨૨૦. નીતિનું પાલન કરવાથી યશઃકીર્ત્તિ પ્રતિષ્ઠા વધે છે; વ્યાવહારિક કાર્યોંમાં ઘણા વિઘ્ના આવતાં નથી, અને સુગમતા રહેવાપૂર્વક સમાજનું હિત પણ સધાય છે, અને ધર્મના પાલનથી બ્રાન્તિ-કલ્પના અને દેહાધ્યાસ ટળે છે અને આત્મિક ગુણાના પ્રાદુર્ભાવ થાય છે; તેથી અલ્પભવમાં મનુષ્ય સસાર
૧૧
For Private And Personal Use Only