________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
કુદેવને દૂર કરી નહી. તે ભાઈ કઈ પ્રસંગે પસ્તા પણ ઘણે કરતા હતા, પરંતુ સ્વભાવ જ નહી. આંખોમાં ઝાંખાશ આવેલી હોવાથી ગૃપની નેકરી મૂકીને મુંબઈ આવ્યા. ધાર્મિક અભ્યાસમાં રીતસર જોડાઈ ગયા. અનુક્રમે આંખે અંધ બન્યા પણ ચીડાવાને રીશને સ્વભાવ ગયે નહી. વળી અશુદયે કાને બધિર બન્યા, એટલે સાંભળે ઓછું. આદમી સાચું કહે તે ખોટું માનતા; શંકાઓ ઉપર શંકાઓ થયા કરતી. કોઈપણ પ્રતિકૂલતા આવી તે જોઈ લે ભાઈને મિજાજ, એક બાજુ પિતાની પાસે આવનારને બહુ સારે અભ્યાસ કરાવી પ્રવીણ બનાવે અને પ્રવીણ બનેલા તેમને ઉપકાર ભૂલતા નહીં. પરંતુ આ ભાઈને કાંઈ અસર થતી નહી; એક સ્થલે તે અંધ અને બધિર ભાઈ જમવા માટે બેઠા; ભાણામાં રસેઇ પીરસવામાં આવી. જમતાં આ ભાઈને દૂધીનું શાક મેળું લાગ્યું; તેથી બહુ ખીજાઈ ગયા, મરચું માગ્યું. પાસે રહેલ એક શ્રાવકે કહ્યું કે, ભાઈ શાકમાં મરચું નાંખ્યું છે, અધિક ખાશે તે વ્યાધિ ઉભી થશે. આ સાંભળતાં કહેવા લાગ્યા કે ભલે વ્યાધિ થાય પણ મરચું લાવે. એક ચમ ભરી મરચું લાવવામાં આવ્યું. થોડું પડતાં રીશ કરીને આવેલા ભાઈ પાસેથી ચમચો ઝુટવી લઈને શાકમાં ઉધે વાળે. શાક બહુ જ તીખું થયું. પણ શું કરે? આંખ મીચીને ખાઈતે ગયા પણ રાત્રીએ મસાયે જેર કર્યું, ઘણી પીડા થઈ, બેસતાં ઉઠતાં-જતાં આવતાં વેદનાને પાર રહો નહી પછી ઘણે પસ્તા કરવા લાગ્યા ક્રોધી સ્વભાવનું આવું ફળ મળે છે.
૧૫૩, લક્ષ્યાભર્યા–પૈયાપેય–ગણ્યાગામ્યના ાન
For Private And Personal Use Only