________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
ભાગતા ચેરેને ગમ્મત ખાતર કહ્યું કે ઉભા રહે, તમને ઝવેરાતની પેટી અર્પણ કરું! પેલાએ તે સાંભળવા માટે ઉભા રહા નહી અને પાછું વળીને જોયું નહીં; એવા તે ભાગ્યા કે તેના ઘરમાં આવવાની છે ભૂલી ગયા; તે પ્રમાણે અરે ભાગ્યશાલીઓ! આત્મિક ધનાદિકનું પણ રક્ષણ કરવા માટે રાત્રીએ પણ જાગતા રહેવાની જરૂર છે.
ચોરી કરનાર ચોર તથા વ્યભિચારીઓ, પિતાની ઈચ્છા અને આશાઓને ફલવતી બનાવવા ખાતર જાગ્રત્ રહીને પ્રયત્ન કર્યા કરે છે પણ તેઓને નિદ્રાવશવતી સમજવા; કારણ કે તેઓ તેવી ઈચ્છા અને આશાઓ રાખવાથી અને તે પ્રયાસ કરતા હોવાથી, પિતાની આત્મિકશકિત-સંપત્તિને વિષય કષાયના વિકારે જે લુંટી રહ્યા છે તેની તેઓને વિચારણા નથી; તેમજ સમ્યગ્રજ્ઞાન પણ નથી. તેઓ જાગતા નથી પણ ઉંઘતા જ જાણવા; પણ જેઓ સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્રની શક્ય આરાધના કરે છે, જેમને વિષયાદિના વિકારે તેમની આત્મ સંપત્તિ તથા શક્તિને લુટવા માટે સમર્થ બનતા નથી તેઓ જાગતા સમજવા; જે જ્ઞાનીઓ, પિતાની માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓ ઉપર ક્ષણે ક્ષણે તપાસ રાખે છે તેઓ જાગતા રહેવાથી દુષ્ટ પ્રવૃત્તિઓને હઠાવવા સમર્થ બને છે અને આત્માની સંપત્તિ અને શક્તિઓનું સંરક્ષણ-સંવર્ધન કરી શકે છે, માટે પ્રત્યેક ક્ષણે પિતાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવી અલ્પ બુદ્ધિના માણસે પિતે જે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓ કરી રહેલા છે, પણ તેનું નિરીક્ષણ કરતા ન હોવાથી સુંદર-ઉમદા પ્રવૃત્તિઓ કરવામાં તત્પર બનતા નથી–સારાં
For Private And Personal Use Only