________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
વિકાસના અથીઓ તે પરના દોષને જોવામાં અંધ જેવા હોય છે અને પરની પંચાત કરવામાં પંગુ જેવા અને મૂક જેવા હોય છે.
૫૮૦. જગતમાં સારો દેખાવ કરવામાં જે લાગણી અને પ્રયાસ કરે છે, તેના કરતાં સારા બનવા માટે અધિક તમન્નાપૂર્વક પ્રયત્ન કરે!
સદાચારનું પાલન કરીને સારા બનશે તે દેખાવ કરવાની જરૂર રહેશે નહી; આપોઆપ પ્રયત્ન કર્યા સિવાય સારા દેખાશે. દેખાવ, કાયમ રહેતું નથી. કારણ કે તે ક્ષણવિનાશી છે.
અન્ય જનેને મૂર્ખાઓ કહેતાં પિતાની મૂર્ખાઈની તપાસ કરે; તમે વિષય વિકારને ત્યાગ કરીને તથા કષાને મૂલમાંથી હઠાવીને કેવલજ્ઞાની વીતરાગ કાંઈ બન્યા નથી. બીજાઓની મૂર્ખાઈને શેધતા તથા જાહેર કરતાં તમારી મૂખઈને શૈધવાનું રહી જશે અને મૂર્ખઓમાં ગણના થશે.
૫૮૧. શરીરાદિકની સુંદરતા કરતાં માનસિક સુદરતા અત્યંત કીંમતી અને ગારવવાની છે. માનસિક વૃત્તિની સુંદરતા હશે તે જ શારીરિક સુંદરતા સ્વયમેવ આવી મળશે, તેને માટે અધિક પ્રયાસ કરવો પડશે નહી. માટે માનસિક સુંદરતા માટે લગની લગાવો.
૫૮૨. સાત પ્રકારે પુરૂ ધર્મવિહીન બને છે– ૧ સંયમને ત્યાગ કરીને ઘેર આવનાર, ૨ મોસાળમાં આશા અધિક રાખીને પડી રહેનાર, ૩ દેવનાં નિવેદ્ય ખાનાર, ૪
For Private And Personal Use Only