________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૫
પડયું? કેટલું કષ્ટ પડયું? બીજાઓને લાભ આપવાપૂર્વક કે અત્યંત દુઃખ આપવાપૂર્વક લાભ-ફાયદો મેળ? બીજાઓને અત્યંત લાભ આપવાની સાથે લાભ મેળવ્યું હશે તે તે મળેલ લાભ તમોને શાંતિ આપશે અને અત્યંત કષ્ટ-દુઃખ આપવાપૂર્વક લાભ મેળવ્યું હશે તે તે પ્રાપ્ત કરેલ ફાયદે શાંતિ આપશે નહી અને ગેરલાભ ઉત્પન્ન કરશે. બીજાઓ તરફથી લાભ લેવામાં તેઓને કણ થવું જોઈએ નહીં. આ સનાતન માર્ગ છે અને જે દુઃખ આપીને બીજાઓને સંકટમાં ફસાવીને લાભ લેશે તે સુખશાંતિ મળવી દુર્લભ અગર અશક્ય થઈ પડશે. દરેક પ્રાણુઓ સુખશાંતિ ઈરછી રહ્યા છે તેથી તમારા સંબંધમાં આવે છે તેઓને જે સુખશાંતિ હશે તે જ તમને પુનઃ પુનઃ સુખ શાતા રહેશે, નહીતર સુખ શાંતિ હશે તેમાં હાનિ થવામાં તમારે લેભ કારણ થશે. પરસ્પર સંબંધ વિના સહકાર મળી શકતું નથી અને સહકાર સિવાય ઈષ્ટ લાભ મળતું નથી, માટે સ્વાર્થ સાધતાં કે લાભ લેતાં બીજાઓને પણ વિચાર કરે તે આવશ્યક છે, કેટલાક ભાગ્યશાલીઓ તે પિતાને સ્વાર્થ કે લાભને ત્યાગ કરી તથા પિતે જાતે કષ્ટ સહન કરી બીજાઓને લાભ આપે છે અને આનંદમાં ઝીલે છે. તેઓ સમજે છે કે બીજાઓને લાભ આપીશું અગર તેમને સ્વાર્થ સાધી આપીશું, તેમાં જ પિતાને લાભ જરૂર મળી આવશે. બીજાઓને લાભ આપ્યા સિવાય પિતાને લાભ મળશે નહી એમ તેઓ બરાબર સમજતા હોય છે એટલે તેને બીજાઓને કષ્ટ આપી લાલા લેવાની ઈચ્છા હોતી નથી. છતાં પુણ્ય વધવાથી લાભ મળ્યા કરે છે માટે બીજાઓને લાભ આપીને લાભ લે તેમાં હિત છે.
For Private And Personal Use Only