________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪
આ લોકમાં અને પરલોકમાં દુખી થવાની નિશાની છે. માટે અપરાધિઓ ઉપર દયાભાવ રાખવે, તેઓનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી તે પિતાને પણ સુખી થવાનું સાધન છે.
જગત્ની નીતિના પાયાઓને હચમચાવનાર તેમજ પરમ સુખના સાધનને નષ્ટ કરનાર અને ભવભવની પરંપરાને વધારનાર જે કઈ દુષ્ટમાં દુષ્ટ હોય તે હિંસક ભાવ અને અહંકાર છે, માયા અને લેભ તેઓના સાથીદારો છે; માયા અને તેના કરતાં ક્રોધ બહુ હાનિ કરતું નથી, કારણકે તે બહાર દેખાવમાં આવે છે પણ માયા અને લેભ તે ગુપ્ત રહીને મધુરતા ધારણ કરવાપૂર્વક જાણવામાં ન આવે તેવી કાતીલ છરી ચલાવે છે, માટે માયાવી અને લેભી કરતાં ક્રોધી બહુ નુકશાન કરવામાં અશક્ત હોય છે, મૂલમાંથી સમ્યજ્ઞાનદ્વારા માયા અને લેભને ત્યાગ થાય તે ક્રોધ અને માનને રહેવાને માટે તેમજ આવવાને માટે અવકાશ મળતું નથી; માટે પહેલાં અહંકાર-માયા અને લેભને ત્યાગ કરે.
લેલીના હાથમાં ગુપ્ત માયારૂપી તલવાર-ખંજરાદિ શસ્ત્રો રહેલા છે અને કયારે લગાવશે તે કહી શકાય નહી; કારણકે આ શસ્ત્રો દેખાવમાં મધુર અને મને હર દેખાય છે, તેથી ફસાતાં વાર લાગતી નથી.
ખુલ્લાં શસ્ત્રોવાળાને દેખીને દૂર ખસાય છે, અને ગુપ્ત શસ્ત્રોવાળા પ્રત્યે તે શસ્ત્રો નહી દેખાતા હોવાથી વિશ્વાસ ધારણ કરીને માર ખાવું પડે છે, માટે આવા માયાવીથી સદા દૂર ખસવું તેમાં આનંદ રહેલું છે. અગ્નિ વિષ અને શીકારી પ્રાણીઓ
For Private And Personal Use Only