________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ સાગર તરીને પરમપદે પ્રતિષ્ઠિત થાય છે અને જન્મજરાના અને મૃત્યુના દુખો ટળે છે.
૨૨૧. જે ઉપગ ન હોય તે આગળ ચાલતાં ઠેશ વાગે છે અને પછી પણ જવાય છે, અને કદાચિત વાગે પણ એવું કે સાજા થતાં વખત લાગે. તે પ્રમાણે ઉપયોગ વિના અનેક કાર્યોમાં એવાં વિદને આવે છે કે વિડંબનાઓ-યાતના વડે માનવજીવન ધૂળધાણી થાય માટે ઉપયોગ રાખ.
રરર. જ્ઞાનપ્રાપ્તિની સાર્થકતા, આચરણમાં મૂકવાથી થાય છે. આચરણ વિનાનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય નહીં. કારણકે તેનાથી કર્મોનાં બંધને ટળતાં નથી અને ધર્મની આરાધનામાં આળસ આવે છે. રસવતીને માત્ર જાણવાથી પેટ ભરાતું નથી; માટે શક્ય આચરણમાં મૂકે–અને વિરતિને આદર કરે. જુઓ! કે આનંદ રહે છે.
રર૩. અશુભ કર્મોદયે, અહંકારીને અહંકાર-અભિમાનીનું અભિમાન અને ગુમાન રહેતાં નથી અને ઉદયાનુસારે વર્તવું પડે છે. માટે અહંકારાદિને પ્રથમ જ ત્યાગ કરે ઉચિત છે, મારખાઈને માનવું તેના કરતાં ઉપદેશ દ્વારા માનવું અતિ કલ્યાણકર છે, કે જેથી તેવા કર્મોદયે ઘણું લાગી આવે નહી અને સમતાથી સહન કરી શકાય.
રર૪. જેમ વસ્ત્ર, તે શરીર નથી પણું શરીર ઢાંકવાનું સાધન છે. જેમ શરીર, તે આત્મા નથી પણ તેમાં રહેવાનું ઘર છે; જેમ ઘર તે માણસ નથી, પણ તેને રહેવાનું સ્થાન છે, જેમ કિયાએ, તે આત્મધર્મ નથી, પણ આત્મધર્મને
For Private And Personal Use Only