________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક?
પ્રેમવાળાને લીધેલે પરિશ્રમ અને થાક ક્યાંથી લાગે? એટલે જ્યાં પ્રેમ છે ત્યાં પરિતાપ નથી.
૪૩૮. મદિરા, જેમ મનુષ્યોને ઉન્મત્ત બનાવે છે, તે પ્રમાણે સત્તા-સાયબી–લશમી, જે સદ્વિચાર અને વિવેક ન હોય તે તેઓના માલીકને ઉન્મત્ત બનાવી તેઓનું આત્મધન લંટી પરિણામે પાગલ બનાવે છે, માટે તેને ગુમાન કર નહીં. કારણ કે મળેલી સત્તા-સાયબી વિગેરે ક્ષણભંગુર હેવાથી ખસતાં વાર લાગતી નથી.
૪૩. વીર્ય, શરીરને રાજા છે અને સર્વ સંપત્તિસિદ્ધિ અને શુદ્ધિ, તેના આધારે મળતી હોવાથી તેનું રક્ષણ કરવામાં ખામી રાખવી નહી. અને તરંગી વિચારો અને વિકારથી વીર્યને ગુમાવવું નહી.
૪૪૦. પિતાના વિચારે અને આચારેને સુધારવા મહેનત કરવી તે આધિ-વ્યાધિ-અને ઉપાધિના સંકટોને દર કરવાની દવા છે, શારીરિક શક્તિને વધારવાનું રસાયણ છે. અને દવા વિનાને ડોકટર છે–તેમજ પરમાનંદને પામવાનું અનન્ય સાધન છે બીજા સાધને હશે, પણ તેનાથી ઉત્તમ નથી જ.
૪૪૧. દવા માટે કયાં ભટકે છે? વૈદ્ય અને ડોકટર પાસે જઈ દીનતાપૂર્વક પૈસા આપીને શા માટે વખતને વૃથા ગુમાવે છે? તમારી પાસે જ દવા છે તે પ્રેમથી લો; પસંદ
૧૬
For Private And Personal Use Only