________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯ ભાસે છે અને માની બેઠા છે–તે પણ એ પ્રસંગ મળતાં મિત્ર બને છે અને તમને જે મિત્ર તરીકે ભાસે છે તેને એ પ્રસંગ આવી મળતાં શત્રુ બને છે–આમાં માનસિક કલ્પનાનું બળ છે; આત્મબળ નથી અને આત્મકલ્યાણ પણ નથી; આમ સમજી સમત્વને સાચવી અનંત શક્તિમાન બને.
દદર. જે પ્રશમ-સંવેગ-વિરાગ્ય-અનુકંપા-અને શ્રદ્ધાના શત્રુઓ છે અર્થાત-સમક્તિના શત્રુઓ છે તે સદ્ગતિના-વિચાર, સદ્વિવેક વિગેરે સગુણાના શત્રુઓ છે, એટલે તેઓની પાસે સદ્વિચાર-સદ્વિવેક, સદાચાર-સહનશીલતા ગંભીરતા વિગેરે સગુણે આવવાનું સ્થાન પ્રાપ્ત થવું દુશકય છે. માટે પ્રથમ પ્રમાદિ સલ્લુણેના રાગી બને; સદ્વિચાર-વિવેક વિગેરે આપોઆપ આવીને નિવાસ કરશે. પુરુષની સર્વ કળાની સાર્થકતા અને સ્ત્રીઓની ચેસઠ કળાની સરૂ ળતા, પ્રશમ-સંવેગ-વૈરાગ્ય વિગેરે સદ્દગુણેમાં સમાએલ છે; એક પ્રશમ સગુણ આવતાં સર્વે સદ્ગોને આવવા માટે અવકાશ મળે છે, એક બીજાને સારી રીતે ટેકે મળે છે અને એક પ્રશમ ગુણ ખસતાં અન્ય સદ્ગણોને બહુ ધક્કો લાગે છે, ધક્કો લાગતાં તેઓને ખસવાનું મન થાય છે માટે પ્રથમ સર્વે કાર્યોમાં પ્રશમતા રાખે; વૈરાગ્ય ધારણ કરી સંવેગ માર્ગે પ્રયાણ કરે; આધિ-વ્યાધિનું જોર રહેશે નહી, વિવિધ વિડંબનાઓના કારણે ટળતા જશે, પછી આત્મશક્તિને આવિભવ થતાં આત્મવિકાસે આગળ વધારશે; શકિત-બલ-અને જ્ઞાન વિના આગળ વધાતું નથી–અને પ્રશમાદિ સદ્દગુણે સિવાય શક્તિ-જ્ઞાન-સહનશીલતા આવી મળતી નથી; તે સિવાય સાચી
For Private And Personal Use Only