________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
ચાલતા હોવાથી સ્ત્રીઓ ઘણે દૂર રહી; તેથી તે સ્ત્રીઓ બૂમે પાડવા લાગી કે-“તમે ઉભા રહે ” અમોને ભીતિ લાગે છે, તેમજ અમારી પાસે કીંમતી ઘરેણાં છે આમ વારે વારે બૂમ પાડવા લાગી પણ ચાલવામાં ઉતાવળ કરતી નથી. ઝાડીમાં છૂપાઈ રહેલા ચેરે ચેતી ગયા-હથિયાર લઈ સ્ત્રીઓ પાસે આવી લૂંટ ચલાવી; હજારેના દાગીના લઈને નાસી ગયા–સ્ત્રીએ રડતી રડતી ઘેર આવીને પુરુષોને ઠપકે આપવા લાગી. કે, આટ આટલી બૂમ પાડી પણ તમે ઉભા રહ્યા નહી. અમેને ચેરેએ લૂંટી લીધા; પુરુષોએ કહ્યું કે અમને ખબર ન હતી કે તમે ઘણું દૂર હશે; દૂરથી સંભળાય પણ કયાંથી? તમારે ગુપચુપ એક પણ બૂમ પાડ્યા સિવાય અને વાત કર્યા વિના જલ્દી આવવું હતું ને ? તમારી બૂમેથી ચારે ચેતી ગયા અને લૂંટ ચલાવી એમાં અમારી કસુર શી? જે તમે બેલ્યા સિવાય છાની રીતે ચાલી આવ્યા હતા તે લૂંટાત નહિ; ઘણું બેલવાથી તમને ઘણું નુકશાન થયું; હવે આવા અવસરે બોલતાં નહી; સ્ત્રીઓ પસ્તા કરતી રહી. માટે વખતને જોઈને વિચાર કરીને બોલવું હિતકર છે. સમય આવ્યે ત્યારે જે ન બેલે તે પણ મૂર્ખ ગણાય છે, માટે સમયને ઓળખતાં શીખવું જોઈએ.
૬૧૫. અરિહંત-સિદ્ધ વિગેરેના શરણું છે કે શ્રેયસ્કર છે અને પાપ વૃત્તિઓને હઠાવનાર છે અને પુણ્યના પિષક છે, છતાં લગ્ન–હસ્ત મેળાપ પ્રસગે બેલાય તે કંકાસ કારક નીવડે અને અપમાન થાય. તે શરણાં તે સાંજે-રાત્રી વખતે પ્રતિકમણ કસ્તાં તેમજ સૂતી વખતે બોલાય તે હિતકારક-શાંતિદાયક બને. ગમે તેવા સમયે બોલાય તે ઈષ્ટ લાભ
For Private And Personal Use Only