________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
૫૬૫. મન પવિત્ર થયા સિવાય, જ્ઞાનને તેમજ ઉપદેશના ર'ગ, ખરાબર લાગતા નથી. મલિન સ્રા ઉપર મનગમતા રંગ ક્યાંથી ચડે ? નિર્મળ-સ્વચ્છ હાય છે ત્યારે રંગ સારી રીતે ચઢે છે અને વસ્ત્ર દીપી ઉઠે છે; તે પ્રમાણે મન પવિત્ર હાય ત્યારે આત્મિક સુખના સ્વાદ આવે છે, માટે મનને પવિત્ર રાખવા સદા મૈત્રી-ભાવનાએ ભાવવી જોઇએ.
૫૬૬, તેલ, બત્તી ઉપર ચઢતાં પ્રકાશરૂપ બને છે, તેમ પ્રાપ્ત થએલી શક્તિના વ્યય, નીચલા ભાગમાં થવા ન દેતાં ઉપલા ભાગમાં થવાથી આત્મપ્રકાશ અળહળી ઉઠે છે અને આત્મબલ વધે છે.
આત્મમલને પ્રાપ્ત કરવામાં બ્રહ્મચર્યના પાલનની ખાસ અગત્યતા રહેલી છે. બ્રહ્મચર્ય સિવાય આત્મશક્તિનેા આવિર્ભાવ થવા અશક્ય જ છે. તેલ વિના પ્રકાશ થતા નથી. તેમ બ્રહ્મચય સિવાય આત્મ પ્રકાશ થતા નથી.
૫૬૭, ધનાદિક, રાખી મુકવા માટે મેળવતા ઢા તા પથ્થર અને સાનુ સરખુ જ છે. કારણુ રાખી મૂકવાથી કાંઈ લાભ થતા નથી પરંતુ માહ-મમતા વધે છે; અને તેનાથી રાગ-દ્વેષના અધનામાં બધાવુ પડે છે.
૫૬૮. પેટમાં ભરાએલા મળને દૂર કર્યા સિવાય શાંતિ મળતી નથી; તે પ્રમાણે અહંકાર-અભિમાન-અજ્ઞાનતાને ક્રૂર કર્યાં વિના આત્માને સત્ય શાંતિ મળતી નથી. પેટના મળને સાફ કર્યાં પણ અહંકારાદિકના મારે ત્યાગ કરશે ?
For Private And Personal Use Only