________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
૪ર૭. નિયમિતતા-લૌકિક કિંવા લકત્તર વ્યવહારમાં સર્વથી પ્રથમ પગથીયું નિયમનું છે અને હેવું જોઈએ. કારણ, નિયમબદ્ધ કામ કરનારાઓ, સુગમતાએ અને સરલતાએ પોતાનું કામ સિદ્ધ કરવા સમર્થ બને છે, નિયમબદ્ધ રેલવે ગાડી હોવાથી તેમાં બેસનારના કાર્યો જલદી પાર પડે છે. રેડીઓ ટેલીફેન પણ નિયમબદ્ધ હોય છે તેથી તેઓને ઘણા પૈસાદાર શેકીઆએ ચાહે છે અને પિતાની પાસે રાખે છે.
નિયમબદ્ધને બધાયે મનુષ્ય વખાણે છે, સન્માને છે અને પૂજ્ય તરીકે માની ખુશી થાય છે. ત્યારે નિયમ વિનાના ભલે શેઠીયાઓ હોય કે રાજા મહારાજા હોય અને મહેલમાં બાગ બગીચામાં મહાલતા હોય તે, તેઓને કઈ પૂજ્ય તરીકે માનીને સત્કારશે નહી. માટે નિયમબદ્ધ બને.
કર૮. અપેક્ષા પૂર્વક વિચારણ-કરવાથી સર્વવાદ વિવાદ શાંત થાય છે. તેમજ રાગ-દ્વેષ અને મહિના ઉછાળા પણ શાંત થાય છે, વાદવિવાદ-કલેશ મારામારી વિગેરે થાય છે તેમાં અપેક્ષાને અભાવ છે. અપેક્ષા સહિત જે વિચાર કરતા નથી તેઓ અજ્ઞાની કહેવાય છે અને તેઓ કદાપિ ઉપશમ ભાવને પામતા નથી.
અનેકધર્માત્મક વસ્તુમાં એક જ ધર્મને પકડી કદાગ્રહ રાખે તે મિથ્યાત્વી કહેવાય, અને ધર્મની અપેક્ષા રાખીને વાત કરે તે સત્ય વસ્તુને જાણી શકે છે. કિયાવાદી જ્ઞાનની અપેક્ષા રાખે, જ્ઞાનવાદી ક્રિયાની અપેક્ષા રાખે તે મતભેદ રહે નહી અને જ્ઞાન ક્રિયા યેગે સંસારને તરી જાય.
For Private And Personal Use Only