________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦ તેમાં સંતોષ માને તે મનની સ્થિતિ સ્થિર રહે અને ધારેલ કામ જલદી પૂર્ણ થાય, માટે માનસિક સ્થિતિને જીર્ણ ન થવા દેતાં સ્થિર કરવાની ખાસ અગત્યતા રહેલી છે. - ૩૮૨. શેક, સંતાપાદિકથી મનુષ્ય જે સંકટ ભોગવે છે તે ઘણે ભાગે પોતે પિતાની મેળે માથે વહેરી લીધેલ હોય છે. તે સંકટમાં કે દુઃખમાં મોટે ભાગ, આસક્તિજન્ય દુષ્ટ સ્વભાવ-દુર્વ્યસન-દુરાચરણ અને ખાવા પીવામાં અમર્યાદિતતા વિગેરેને હોય છે.
૪૮૩. જેની પાસે સમ્યજ્ઞાન જન્ય સદ્વિચારસદ્વિવેક અને સદાચાર વિગેરે સદ્દગુણે નિરન્તર સમીપમાં રહેલ છે તે નિર્ધન નથી પણ સત્ય ધનવાન છે. તેમજ ધૈર્યરૂપી ધન, જેની પાસે છે તે પણ સત્ય ધનવાન છે. પરંતુ સમ્યજ્ઞાનાદિકરૂપી ધન, જેની પાસે નથી તે ભલે ધનાઢ્ય કહેવાતું હોય, તે પણ નિર્ધન છે. અને તે દુઃખમાં દિવસે વ્યતીત કરે છે.
૪૮૪. કેટલીક વખતે વિપત્તિમાંથી સંપત્તિની ચાવી જડે છે અને સુખના સત્ય સાધનની સત્ય સમજણ પડે છે, માટે વિપત્તિ આવતાં વલોપાત કરે નહી.
૪૮૫. આક્ત આવ્યા પહેલાં શેક-સંતાપ કરે, તેના જેવું અન્ય દુઃખ કયું હોઈ શકે? કારણકે હજી તે આફત આવી નથી તેના પહેલાં શોક સંતાપ કરવામાં આવે
For Private And Personal Use Only