________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧ માટે બેલ્યા પ્રમાણે વિપત્તિ કે સંકટ પ્રસંગે શક્ય મદદ આપવી અગત્યની છે, તેમાં આળસ કરવી તે અપરાધ બરોબર છે; કેટલા મનુષ્ય બલ-બુદ્ધિમાન હેતે છતે પણ આળસુ બની ખાવા પીવાને આધાર પણ બીજા ઉપર રાખે છે તે માણસે અન્ય જનને સંકટના સમયે કયાંથી સહકાર આપી શકે? બે મુસાફરો જંગલમાં ફરતા હતા તેવામાં જાંબુડાનું ઝાડ દેખ્યું. તેથી નીચે બેઠા પણ થાકી ગએલા હોવાથી સૂઈ ગયા; પોતાની પાસે જ રસદાર જાંબુડા પડ્યા છે, છતાં હાથ લંબાવવાની આળસે હાથમાં લઈને ઉપયોગ કરતા નથી, ત્યાં થઈને જતાં ઉંટવાળાઓને કહે છે કે અરે ભાઈઓ ! ઉંટ ઉપરથી ઉતરી અમેને પાસે પડેલા જાબુ આપે તે તમારું કલ્યાણ થાય; આ સાંભળી હાંસી કરતા ઉંટવાળા કહેવા લાગ્યા કે અરે એદીએ ! આળસુઓ ! જરાક હાથ લંબાવતા નથી અને અમને ઉતરવા કહે છે તે કેવી મૂર્ખતા! હાથને લંબાવતા તમારી પાસે પડેલા જાંબુઓ હાથમાં લાગે એવા છે છતાં આળસુ બની હાથને લાંબો કરવા જેટલું બળ ફેરવતા નથી, તે તમારામાં માણસાઈ તે નથી તેમજ પશુતા પણ નથી. વૃક્ષ જેવા એકેન્દ્રિયપણાને પામેલા હોય તેવા દૃષ્ટિગોચર થાઓ છે; આમ કહીને ઉંટવાળા ચાલી નીકળ્યા. ત્યારે બે એરીઓ વિચાર કરવા લાગ્યા, કે આપણે મોટી ભૂલ કરી કે પાસે પડેલા જાંબુઓને લેવા હાથ લંબાવ્યું નહી; અને ઉંટવાળાને આપવા કહ્યું; આ ઠીક કર્યું નહી; હવે ઈના પર આધાર રાખે નહી, આળસને ત્યાગ કરી પાસે પડેલા જાંબુડાને ઉપયોગ કરીને આગળ ગયા; પિતાના સ્વાસ્થાને
For Private And Personal Use Only