________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪ ૫૫. વચનની સાર્થકતા, હિતચિત-પથ્ય વદવામાં છે. બોલવામાં મધુરતા રહેલી હેય, પ્રમાણપત હય, કાર્ય પૂરતું હોય; અભિમાન વિનાનું, કષાય વિનાનું, અનર્થકારી હેય નહી; તેમજ હલકું નીચ હેય નહી, તેમાં જ વચનની સાર્થકતા રહેલી છે. આ સિવાયનું બેલિવું તે શસ્ત્ર, પથ્થર અને લાકડીની ફેંકાફેંકી બરાબર છે.
૫૬. લેકે કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે સુકુલની નાર, ચોથું સુખ તે કેઠીએ જાર, પાંચમું સુખ તે ઘરમાં નાણું, છઠું સુખ તે ઘેર દુઝાણું, સાતમું સુખ તે આંગણે કુ, આઠમું સુખ તે ઘરમાં ન હોય ચુ, નવમું સુખ તે પ્રભુમાં પ્રીતિ, દશમું સુખ તે રાખે નીતિ. ઉપરના સુખ કયારે જીવને સુખ આપે અગર સદ્ગતિ આપે કે જ્યારે પ્રભુમાં પ્રીતિ હોય અને નીતિ નિયમ હોય તે જ ભક્તિ-પ્રીતિ-નીતિ-નિયમ વિનાના આઠ સુખે જે બતાવ્યા છે તે સંસારને વધારનાર થાય. માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદને ત્યાગ કરી આત્મિકગુણેને વિકાસ કરવા સદાય શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. સંસારને વધારવાના કારણે અને સંગ જલદી મળી શકે છે; તેઓને તે નથી. મુશ્કેલી તે રાગ-દ્વેષ અને મહિના કારણેને હઠાવવામાં છે, સારા સાધને મેળવવામાં છે. સત્ય સુખ મેળવવામાં પ્રથમ મુશ્કેલી આવી પડે છે પણ પરિણામ તેનું સુખદાયી નીવડે છે, માટે બૈર્યને ધરે મુશ્કેલીને હટાવવાની તાકાત તમારામાં જ રહેલી છે, જે તાકાત તમારામાં ન હોય
For Private And Personal Use Only