________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭ વિવેક કરવાની આવશ્યકતા છે. સમ્યગજ્ઞાન પ્રાપ્ત થયા પછી વિષય કષાયના વિકારો શમે છે અને સમ્યગજ્ઞાન પૂર્વક આત્મસ્વરૂપમાં રમણુતા કરતાં તે વિકારને વિલય થાય છે. પછી મળેલા સાધનની જરૂર રહેતી નથી, કારણ જે વસ્તુ મેળવવી હતી તે મળી ચૂકી.
વિષયના વિકારને દૂર હટાવવા માટે પાંચ ધર્માનુષ્ઠાને છે. તેમાં વિષ અનુષ્ઠાનમાં અને ગરલ અનુષ્ઠાનમાં કરેલા ધર્મના બદલામાં આલેકના વિષય સુખની અને પરલોકના સુખની તીવ્ર અભિલાષા હોય છે તેથી તે નિયાણું પણ કહેવાય. આવા નિયાણ કરવાથી ઔદયિક સુખ મળે પણ ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવનું સુખ મળતું નથી. તેથી અનંત કાલ સંસારમાં રખડવું પડે છે, અને ગતાનુગતિક અનુષ્ઠાનમાં અજ્ઞાનતા હોવાથી ધર્મને મર્મ સમજાતું નથી; રખડપટ્ટી મટતી નથી અને સુખની પ્રાપ્તિ થતી નથી.
તહેતુ અનુષ્ઠાનમાં સમ્યજ્ઞાન હોવાથી આત્મરમણતાનું તે કારણ બને છે અને અમૃત કિયામાં તે એકાંતે સત્ય સુખ ભરેલું છે; માટે પ્રથમના ત્રણ અનુષ્ઠાનને વિચાર કરીને ત્યાગ કરવાની આવશ્યકતા છે. ત્યાગ કર્યા સિવાય અમૃતક્રિયા થશે નહી.
૪૭૯, આશંસા રહિત સેવા ભક્તિ કરનાર, સત્ય સુખને મેળવે છે.
અર્થ અને કામના અથીએ, તે નિમિત્તે ભક્તિ પરોપકાર વિગેરે સત્ કાર્યો કરે તે પણ તે ભક્તિ-પ૫કારનું સત્ય ફલ મેળવી શકતા નથી. કારણકે, ભક્તિ-પરે પકારનું ફલ મમતા
For Private And Personal Use Only