________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
સાહાબીનું શું ઠેકાણું ? પિતે જ વિનશ્વર છે-તે સદ્ગુણે તેમજ આત્મિકવિકાસને કયાંથી અર્પણ કરે ?
૧૨૯ સત્તાધારી અને ધનિકને જે વિનય-વિવેક સરલતા-સતેષ વિગેરે સદ્દગુણે ન હોય તે તેઓ અહં. કાર અને અભિમાનમાં આવીને અનેક માનવીઓને ઉપદ્રવ કરવામાં ખામી રાખતા નથી, તેમની ભયંકરતાની મર્યાદા રહેતી નથી, માટે સાથે સાથે તેમણે વિનયાદિ ગુણે મેળવવા પણ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી સ્વપર ઉપકારક બની કલ્યાણકર બની શકાય, અને મળેલી સત્તા અને સાહ્યાબીની સાર્થકતા સધાય, પાપબંધ અલ્પ બંધાય અને મહત્તા-પૂજ્યતા આપઆપ આવીને ભેટે-સગુણે તેજ સાહ્યબી અને સત્તા ખરેખરી છે.
૧૩૦, આ જગતમાં કઈપણું પ્રાણીને દુખ પસંદ પડતું નથી. ભલે પછી મનુષ્ય હેય કે દેવ હેય-તિર્યંચ હોય કે નારક હોય-તે આવી પડતાં દુઃખથી ભીતિ પામી રહેલ છે એમાં મતભેદ છેજ નહી. પરંતુ જે દુઃખ આવી પડેલ છે તેને દૂર કરવાના ઉપાયોમાં મતભેદ રહેલ છે-કેઇ વિષયસુખ સેવીને અને કોઈ અન્ય પ્રાણીઓને દુઃખ દઈને, દુઃખને ટાળવા દુઃખજનક પાપસ્થાનકે સેવી રહ્યા છે, તેમાંથી દુખે ટળે કે આવે, તેનું ભાન અજ્ઞાનીજનોને હેતું નથી. તેઓ પાપથી ડરવાને બદલે મરણથી ભીતિ પામે છે, અને મરણથી બચવાની ખાતર પાપાચરણ કરી રહેલ હેય છે, તેના મેંગે તેમના દુઃખે ટળતા નથી પણ અધિક અધિક આવ્યા કરે છે.
For Private And Personal Use Only