________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧ આનંદ આવે છે, તેમજ કષ્ટોને સહન કરવાની શક્તિ જાગ્રત થાય છે. સમ્યગજ્ઞાનીઓ આવા વિચાર અને વિવેકવાળા હોવાથી વિડંબના-વિઘો અને વિપત્તિઓને કસેટી માનતા હોવાથી તેવા પ્રસંગે અધિક સાવધાન બની આનંદમાં ઝીલે છે. સુદર્શન શેઠને સ્વધર્મનું રક્ષણ કરતાં, અભયા રાણની કપટકલાથી રાજા તરફથી મહાન વિડંબના આવી. ફાંસીને-શૂળીએ ચઢાવવાને હુકમ થયે. બાંડીઆ ગધેડા પર બેસાડી શ્યામ મુખ કરીને ભાર બજારમાં ફેરવવામાં આવ્યા. કુટેલાં ઢેલ તેની પાછળ વાગે છે છતાં વલે પાત-ચિન્તાએ ન કરતાં મનને સ્થિર કરીને શેઠ તેમાં કસેટી માનવા લાગ્યા. શૂળી પાસે આવ્યા તે પણ શેક બલકુલ હત નહી. આવી માનસિક શક્તિના આધારે શુળીનું સિંહાસન દેવે કર્યું; રાજાએ આવી માફી માગી અને શેઠ આનદમાં ઝીલવા લાગ્યા. અન્યને પણ પ્રતિબંધ પામ્યા. આ દષ્ટાંતને ધ્યાનમાં રાખી વિપત્તિ વખતે ગભરાવું નહી, પણ સહી લેવું. અહંકાર–મમતા અને અદેખાઈના ત્યાગ સિવાય સમતા-સહનશીલતા આવવી અશક્ય છે.
૭૫૩. મલિન માનસિક વૃત્તિઓ, વિવિધ વિડબનાઓને તથા આક્તને ઉત્પન્ન કરે છે, છતાં તે વૃત્તિઓને ખુશી કરવા કેટલે પ્રયાસ થાય છે? ઠગારી દો દેનારી મનની વૃત્તિઓનું પિષણ કર્યું, પણ આત્માના વિકાસ માટે શું કર્યું? વિકસિત આત્મા જ, અનંત સુખ-સમૃદ્ધિ અને સત્તાને આપવા સમર્થ છે; માટે દુર્ગુણેને દૂર કરી વિકાસના સાધનને વિચાર, અને વિવેક લાવીને મેળવે. કેઈ પ્રકારે વિડંબના-વ્યાધિઓ
For Private And Personal Use Only