________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩
થાય, અને સંપત્તિમાં પુણ્યને ક્ષય માનવામાં આવે છે, આસક્તિ-મદને કેફ ચઢે નહી. માટે તેવા તેવા પ્રસંગે વિચાર અને વિવેક લાવી સમતામાં રહેવું તે ઉચિત છે.
૭૭૪. સંપત્તિ કેની કાયમ રહી નથી તેમ વિપત્તિ પણ કાયમ રહી નથી-આમ વિચારીને આત્મોન્નતિ કરવામાં પાછળ પડવું નહી. પણ વિવેકપૂર્વક આગળ વધતા રહેવું. આ પ્રમાણે વર્તન રાખવામાં સમ્યગજ્ઞાનની આવશ્યક્તા છે માટે સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવા સદ્ગુરુની ઉપાસના કરે અને ઉપાસના કરી, જ્ઞાન મેળવી વિવેકપૂર્વક વર્તન કરે. સમતા હાજર થશે.
૭૭૫. શ્રાવકે મને પૂછે કે, મહારાજ સુખશાતામાં છે, કુશળ છે? ભલે પછી અમે કહીએ કે, સુખશાતામાં છીએ. પણ આયુષ્ય સમયે સમયે ક્ષીણ થતું હોય અને શાસ્ત્રાનુસાર નિર્ચનું ચારિત્ર પળાતું ન હોય તે સુખશાતા અગર કુશળતા ક્યાંથી હોય? વાસ્તવિક સુખશાતા તો નિર્ચન્ય ચારિત્રના પાલનમાં છે. જ્યારે તેવું ચારિત્રનું પાલન થશે ત્યારે જ સત્ય-સુખશાતા હાજર થશે. જેમ જેમ આત્મિક વિકાસમાં આગળ વધાય તેમ તેમ સત્યસુખશાતાને અને કુશળતાને આવિર્ભાવ થતું જાય છે. માટે તમે પણ તેવા ચારિત્રનું પાલન કરવા ઈચ્છા રાખે; આમાંજ સાચી સુખ શાંતિ સમાએલી છે. નિગ્રંથ ચારિત્ર પાળવાની ઈચ્છા પણ રાગ-દ્વેષ મહ-મમતા અહંકારાદિને ઓછાં કરવામાં સહકાર આપે છે અને તેની દઢતા થતાં આ ભવમાં પરભવમાં નિગ્રંથ ચારિત્રના પાલનમાં તત્પર બનાય છે, તેવા
For Private And Personal Use Only