________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ૧૪૧. લક્ષમી-સાહ્યબી-તથા સંપત્તિ વિગેરે જે અનુકલ સામગ્રી મળી છે તે તમારા મુખને દેખી મળી નથી. પણ પૂર્વ પુણ્યદયે મળી છે, આમ સમજીને પ્રાપ્ત થએલ લક્ષમી વિગેરેને પરોપકારમાં ઉપયોગ કરવો-અગર સાતક્ષેત્રમાં તેને સદુપયોગ કરે તે ડહાપણ છે, અને તેઓને ઉપયોગ સદુપગ ન કરતાં મમતા રાખી તેમાં જ ચૂંટી રહેવું, કોઈને કાંઈ પણ પરોપકારાર્થે દેવું નહી, તે ડહાપણનું દેવાળું કહાડવા બરેબર છે.
બીજાની પાસેથી લેવામાં જે આનંદ પડે છે તે આનંદ બીજાઓને દેવામાં આનંદ આવે જોઈએ તે ડહાપણની-કુશળતાની નિશાની છે. આશંસા રહિત દાન દેવાથી ઉભય પ્રકારે લાભ થાય છે; નિર્જરા થાય અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
૧૪ર. પિતાની શક્તિ પ્રમાણે લીધેલ પરિશ્રમ તથા ઉપાડેલે ભાર, લાભદાયક નીવડે છે; પણ અધિકતા લીધેલ પરિશ્રમ-અને ભારે હાનિકારક થાય છે તે પ્રમાણે કમને અધિક ભાર, આત્મિક શક્તિને હાનિકારક બને તેમાં આશ્ચર્ય નથી.
જગમાં કેટલાક લુલા લંગડા-પાંગળા-બહેરા-મુંગા-અંધદીન-હીન દેખાય છે, તેનું કારણ સારી રીતે તપાસીએ તે માલુમ પડે છે કે–તેઓએ આ ભવમાં અને પરભવમાં કર્મોને ભાર અધિક ઉપાડેલ હોવાથી આ સ્થિતિ થએલી છે. આપણે અનુભવીએ છીએ કે અધિક ભાર ઉપાડનારની શક્તિ અલ્પ થવાથી કેટલા લૂલા-લંગડા વિગેરે બનીને દુઃખદ સ્થિતિ
For Private And Personal Use Only