________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં તે પુત્રીએ આવી કુટેવ મૂકી નહી. એકદા દેરાસરે જતાં વસ્ત્રાભૂષણથી સજજ બનેલ અને દાસીઓ સાથે હસીને વાતે કરતી રાજાની રાણીને દેખી બીજા પાસે નિન્દા કરવા લાગી કે, આ તે રાજરાણુ કે વેશ્યા? રાજાની રાણું તે કેવી ગંભીર હોય, શાંત હોય? આવું હસવાનું હોય કે? આ બીના દાસી
એ સાંભળી, રાણીને કહ્યું કે તમારી નિન્દા પેલી રહિણી કરતી હતી. તેણીએ રાજાને કહ્યું રાજાએ તેને બેલાવી ઘણે પકે આપે અને કહ્યું કે આમ તે તું ક્રિયાપાત્રની કેટીમાં છે. પારકાની નિન્દા કરવાની બલા તને કયાંથી વળગી ? તમારા જેવી બહેનેએ તે આવા દો દેખી મૌન ધારણ કરવું અગર આત્મનિન્દ્રામાં આરૂઢ થવું. જા તારા પિતાની શરમને લઈ તને શિક્ષા કરતું નથી, આ અપરાધની માફી આપું છું. રોહિણી પણ સ્વગૃહે આવી, સારા શહેરમાં નિન્દાપાત્ર બની, છતાં નિન્દા કરવાની કુટેવને ત્યાગ કર્યો નહી, અંતે દુર્યાનથી દુર્ગતિમાં ગઈ માટે ધાર્મિક અને અન્ય જનેને તેવા વખતે શીખામણ આપવી પણ તેઓની ભૂલે દેખી નિન્દા કરવી નહીં.
૭૪૮. અજ્ઞાનતા–સર્વ આધિ-વ્યાધિ-અને વિડંબનાનું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાથી અહંકાર-મમતા ટકી હે છે અને તેના ગે મનુષ્ય વિવિધ વિડંબનાઓના ભેગા બને છે, અજ્ઞાનતા જે દૂર ખસે તે આસકિત ઓછી થાય અને વિષય-કષાયના વિકારે ટળતા રહે. અજ્ઞાની માણસે, યુદયે જે સાધન સામગ્રી મળી હોય તેને લાભ લઈ શક્તા નથી. ઉલટા તેને આધિ-વ્યાધિના સાધને બનાવી દુઃખી બને છે. શરીર નિરોગી મળ્યું હોય ત્યારે વિષય સુખમાં વેડફી નાંખે
For Private And Personal Use Only