________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ વારેવારે ભ્રમણાના વેગે ભૂલો થયા કરે છે, અને ધાર્મિક કિયાને જોઈએ તે લાભ શક્ય બને છે. પ્રથમ મિથ્યાત્વ મેહનીય માર્યા વિના અન્ય પ્રકૃતિના વિકાસ અને વિચારે પણ ખસતા નથી; વિકારોથી વિચારે ખરાબ થાય છે એટલે પ્રથમ વિષયની ક્ષણભંગુરતાને જાણી-વિચારીને સમ્યગજ્ઞાનપૂર્વક મિયા મહિને દૂર કરે; તેમાંજ સાચી બહાદુરી અને બુદ્ધિમત્તા છે. એક સામંત રાજા બહુ ગુમાનમાં આવીને મહારાજાને ખંડણી ભરતે નહીં, અને સભામાં પ્રણામ કરવા પણ આવતે નહીં. તેથી મહારાજાએ લકરને તે સામંત રાજાને પરાજય કરવાની આજ્ઞા આપી, અને કહ્યું કે ખંડણું સાથે તેને બાંધી અહીંઆ લા. લશ્કરે તેના ઉપર ચઢાઈ કરી. તે સામંત પણ સામે યુદ્ધ કરવા મેદાને આવ્યું. સેનાધિપતિને આગળ કરીને સામંત નૃપે લડાઈને આરંભી; પરંતુ લશ્કરની સંખ્યા અપ હેવાથી યુદ્ધમાં શિથિલતા આવી તેવામાં એક બહાદુર શૂરવીરે સામે લડવા આવેલ સેનાનાયકનું મસ્તક શસ્ત્ર દ્વારા ઉડાવી દીધું. બીજા સૈનિકને પછી જેર આવ્યું અને શસ્ત્રવડે તેના પગ ઉડાવી દીધા. એટલે સામે આવેલ સામંત નૃપની સેના ભાગાભાગ કરવા લાગી. મહારાજાના સેનાધિપતિએ સામંતનૃપને હરાવી ત્રણગણી ખંડણી લઈને તેને બરાબર બાંધી મહારાજાની પાસે હાજર કર્યો. સામતે ગર્વને મૂકી દયા માગી, તેથી રાજાએ તેને મુક્ત કર્યો. મહારાજાએ સૈનિકોને અભિનંદન અને શિરપાવ આપવાની તૈયારી કરી, તેવામાં જેણે સામા સેનાનાયકના બે પગને ઉડાવી દીધા છે તે પિતાની બહાદુરી અને શૂરવીરતાને બતાવતા કહેવા લાગ્યું કે મેંજ તેના પગોને કાપી નાંખ્યા છે
For Private And Personal Use Only