________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२४
કે, સેવા ભકિત કરી, પણ આળસ પ્રમાદને ત્યાગ કર્યો નહી અને હિતકારીઓની આજ્ઞા પ્રમાણે વર્તન રાખ્યું નહી તે સંસાર સાગરને કેવી રીતે તરી શકાશે? સ્ટીમર કે વહાણમાં દરિયાને તરવા માટે તેના કેપ્ટન અગર નિયામકની પાસે ગયા અને મધુર વચને બોલવાપૂર્વક ફી-કીંમત આપીને બેઠા; પણ તેમની આજ્ઞા પૂર્વક વર્તન રાખ્યું નહી અને મનગમતી રીતે બેઠા છે તે કેપ્ટન અને નિર્ધામક બેસવા દેશે? નહી બેસવા દેશે, તેમની આજ્ઞા મુજબ વર્તન નહી રાખે તે રજા આપશે કે જેમ તેમ બેસવા દેશે? તમે જ કહેશે કે તેમની આજ્ઞા મુજબ બેસીએ તે જ બેસવા દે–નહીતર રજા આપે તે પછી અષ્ટમૂલ પર્યત એવા સંસારસાગરને તમારે અને સર્વ જનેને તરે છે અને તેમના નિર્ધામકની આજ્ઞા માનવી નથી, જેમ તેમ મનગમતી રીતે વર્તન રાખવું છે તે પાર કયાંથી પામશે? માટે શકય આજ્ઞા પ્રમાણે સેવા-ભકિતમાં સ્વપરનું કલ્યાણ રહેલ છે. બહારને દેખાવ રાખવામાં આવે અને ક્રોધાદિ ચેરશે, ક્ષમાદિ સદગુણેને ચેરી જાય તે આત્મસતિ કેવી રીતે થાય? આતે એવું થાય કે, બેંકની તિજોરીનું રક્ષણ કરવા એક પઠાણ રાખવામાં આવ્યો; મેનેજરે તિજોરીને સીલ લગાવી અને તાળું વાસીને કહ્યું કે આખી રાત પહેરે ભરીને તિજોરીમાંથી, ચરો માલને ચેરી જાય નહી, તે પ્રમાણે સાવધ રહેવું પઠાણ આખી રાત્રી પહેરે ભરી લગાવેલ સીલ અને તાળાને જોયા કરે છે; એકદા મધ્ય રાત્રીમાં તિજોરીની પાછળ બાકોરું પાડી ચેરે તેમાંથી સઘળે માલકૅશ-રકમ ઉપાડી ગયા; છતાં પઠાણ સીલ-અને તાળું જોયા
For Private And Personal Use Only