________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫
કરતાં પણ માયાવીઓ અત્યંતભયંકર હોય છે તેઓ, બીજાઓને ફસાવવા માટે ધાર્મિક વિવિધ વાર્તાઓ કહે છે, બહારથી ખોટું લાગે નહી, તે માટે બોલવામાં બહુ ચતુરાઈ રાખે છે તેમજ સ્વાર્થ સાધવા ખાતર પૂરેપૂરી અનુકૂળતા સાચવે છે, માટે તેઓનાથી ફસાતા નહીં.
પ૭૭ વૈભવ વિલાસમાં જે સુખ ભાસે છે તે સુખ નથી, પરંતુ દુઃખને ક્ષણિક પ્રતિકાર છે, તે પ્રતિકારને સુખ કેમ મનાય? સુખ તે કહેવાય કે જે ક્ષણિક હોય નહી, અને પ્રાપ્ત થએલ નષ્ટ થાય નહી. વૈભવ વિલાસમાં જે સુખ ભાસે છે તે ભ્રમણા છે. અનાદિકાલથી વૈભવ વિલાસમાં સુખની માન્યતા હોવાથી તેમાં જ વાસના દઢ થએલ છે; પરંતુ વસ્તુતઃ પરિણામે તે દુઃખરૂપે છે.
વૈભવ વિલાસમાં જ ભય-શંકા-ખેદ-શેક અને પરિતાપાદિક ગુણ રહેલા છે, માટે તેમાં સુખની આશા રાખવી તે વૃથા છે.
સુખની આશા રાખીને તે સુખને મેળવવા માટે સમ્યગ્ર દર્શન-જ્ઞાન-ચરિત્ર જે આત્માના ગુણે છે તેમાંજ રમણતા કરે; તેઓની આરાધનામાં જ સત્ય સુખ અને શાંતિ સમાએલ છે; આ સુખ શાંતિમાં આધિ-વ્યાધિ અને ઉપાધિ બીલકુલ રહેલ નથી, અને જન્મ જરા અને મરણના સંકટ નાશ પામે છે.
જ્યારે આપણને કોધ-માન-માયા અને લેભમાં રહેલ અત્યંત સંકટ-પીડા અને યાતનાઓ બરાબર સમજાશે ત્યારે જ તેઓને હટાવવાની ઈછા તથા પ્રયાસ થશે અને સમત્વભાવને આવવાને અવકાશ મળશે.
For Private And Personal Use Only