________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
માલુમ પડતી નથી. ચીકણાં કાદવનાં ઉડાણુમાં રહેલી વસ્તુની સમજણુ ક્યાંથી પડે અને દેખાય પણ ક્યાંથી !
વ્યાવહારિક કાર્યોંમાં સફલતા મેળવવી, તેમાં પણ ઘણી લાયકાત–ચેાગ્યતા મેળવવી પડે છે તાપણુ સત્ય વસ્તુની આળખાણુ પડવી અશકય છે. કારણકે વ્યાવહારિક સફલતા મેળવવી તે જુદી વાત છે અને મનુષ્યભવની સક્ષતા મેળવવી તે જુદી આના છે. વ્યાવહારિક કાર્યાંમાં સફલતા મળી તેથી મનુષ્યલવની સફલતા જરૂર મળશે-આવા વિચાર પણ કરતા નહી કારણકે બન્નેના માગે જુદા છે.
તમારી શક્તિઓને તમારે પેાતાને જાણવાની તમન્ના હાય તે, તમે જાણી શકા એમ છે; તે શક્તિઓને જાણવા માટે સઘળી ખટપટોના ત્યાગ કરીને તેમજ માયા મમતાને-અહુકારને પણ જલાંજલિ આપીને મન તથા ઇન્દ્રિયાની પ્રવૃત્તિઓને અટકાવી . આત્મિક ગુણ્ણામાં સ્થિરતા ધારણ કરા, આપાઆપ શક્તિ માલુમ પડશે.
અત્યાર સુધી અસ્થિરતાના ચેગે આપણે આપણી શિતઆને જાણી નથી તેમજ તેઓના વિકાસ પણ કર્યાં નથી. આ કારણને લીધે શક્તિ સત્તામાં છતાં પણ નિર્માલ્ય ખની આપણે જીવન પસાર કર્યું અને કાંઇ પણ સ્વલાભ મેળવ્યેા નહી.
અજ્ઞાની માણસા, શરીરની શક્તિને સત્ય આત્મિક શક્તિ માની મેંઠેલ હાવાથી તેને આત્મિક લાભ ક્યાંથી થાય? અને સાચી શકિતઓ કેવી રીતે મળે ? એ તા જ્યારે સદ્ગુરુદ્વારા તેને જડ ચેતનના વિવેક જાગે ત્યારે આત્મિક શક્તિને
For Private And Personal Use Only