________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩ પછી શરીરને કેઈ મારે કે કેઈ કાપે તેપણું ભાવપ્રાણનું રક્ષણ કરે છે.
કેઈ એક શ્રાવક, શ્રદ્ધાપૂર્વક વ્રતધારી હતા અને ન્યાય સંપન્ન વિભવવાન હેઈ અહિંસા-સંયમ અને તપમાં શક્ય પ્રયત્ન કરતા હતા. સંપત્તિ પણ ઘણી હતી. તેના પિતાએ પ્રાપ્ત કરેલી અને પિતે પણ ઉપાર્જન કરેલી-પકવ ઉમ્મરે તેના પિતા સર્વ સંપત્તિ વૈભવને ત્યાગ કરીને મરણ પામ્યા. તેથી તે શ્રાવકે વિચાર કર્યો કે ગમે તેવી સંપત્તિ-સત્તા કે સાહ્યબી હેય તેપણુ આયુષ્ય પૂર્ણ થયા પછી મૂકીને પરલેકે જવું પડે છે. મારા પિતાની માફક મારે પણ આ સંપત્તિ-વૈભવને મુકી પરલેકે જરૂર જવું પડશે માટે પરફેક ગયા પહેલાં તેને ત્યાગ કરી આમેન્નતિ સાધી લેવી જોઈએ; ત્યાગ નહી કરું તે છેવટે અનિરછાએ પણું મૂકીને જવું પડશે. આમ વિચારી કે એક પંચ મહાવ્રતધારી આચાર્ય મુનિવર્યની પાસે, સર્વસ્વને તથા મમતા-અહંકારના ત્યાગપૂર્વક દીક્ષા અંગીકાર કરી, ગુરુસમીપે વિનય વિવેકપૂર્વક જ્ઞાનયાનને અભ્યાસ કરીને અધિક આત્મવિકાસ સાધવા માટે એકાકી વિહાર કરવા લાગ્યા. વિહારમાં તે કષ્ટ હેયસહન પણ કરવાનું હોય જ પણ ક્ષમાના બળથી તેઓ સહન કરતાં; એક શહેરના ઉદ્યાન પાસેથી ગમન કરી રહેલા છે. તેવામાં સાચા સાધુના ગુણાનુરાગી એક રાજાના દીવાને તેમને દીઠા અને વિનતિ કરી કે ગુરુમહારાજ આ ઉદ્યાનમાં રહેલ મકાનમાં ઉતરે; અમેને લાભ મળશે અને તમને તકલીફ પડશે નહીં. સાચા સાધુને મેળાપ પુણ્યોદયે થાય છે, મારા પુણ્ય જાગ્યા, આપ જેવાના દર્શન થયા. આ મુનિવર્ય દીવાનની
For Private And Personal Use Only