________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ઉત્પન્ન થએલ જે સુગંધીદાર પુષ્પને આપનાર વેલડીઓને સારી રીતે પિષણ મળે–અને ઘણું પુષ્પ ઉતરે, તે પ્રમાણે મનુષ્ય જીવનરૂપી બગીચામાંથી ખેટા અને ખરાબ વિચારોને દૂર કરવાથી આત્મગુણરૂપી પુછપને સારી રીતે પુષ્ટિ મળી રહે અને આત્મા પિતે ઉન્નત બની સ્વપરનું કલ્યાણ સાધી શકે.
જેમ બીજમાંથી વૃક્ષે અને વેલડીઓ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મનુષ્યોના પ્રત્યેક કાર્યોનું બીજ તેઓના વિચારે છે. ખરાબ વિચારેથી કાર્ય સારૂ થતું નથી તેમજ સારા વિચારોથી કાર્ય ખરાબ બનતું નથી, માટે ખરાબ વિચારીને તપાસીને ખંતપૂર્વક દૂર કરે; પ્રત્યેક કાર્યો સુંદર બની રહેશે, પરિણામ વિપરીત આવશે નહી.
૧૧. કાર્ય, એ કરેલા વિચારનું પુષ્પ છે અને સુખ દુઃખ તેનાં ફળે છે. આ પ્રમાણે મનુષ્ય, પિતાની વાવણી પ્રમાણે તેના કડવા મીઠાં ફળને મેળવી–ભેગવી શકે.
દરેક પ્રાણીઓની ઉત્પત્તિ, તે કેઈની બનાવટ નથી. પણ મન, વચન અને કાયાના કર્માનુસારે તે થઈ છે તેમજ સૂક્ષમ કે સ્થલ વસ્તુના સંબંધમાં જે રીતે કાર્ય કારણને નિયમ લાગુ પડે છે તે પ્રમાણે, ગુપ્ત વિચારોને કાર્ય કારણ સંબંધ ચોક્કસ હોય છે, કારણ વિના કાર્ય કદાપિ બનતું નથી. એટલે વિચારે તે કારણ છે.
ઉમદા–દિવ્ય જીવન આપણું બને તે આપણા વિચારોનું પરિણામ છે. સુંદર વિચાર વિના સદ્વર્તન થતું નથી, સદ્વર્તન વિના દિવ્ય જીવન બનતું નથી, અને દિવ્ય જીવન સિવાય સત્ય સુખશાંતિ ઉપલબ્ધ થતી નથી. જે સત્ય સુખ
For Private And Personal Use Only