________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯
૬૪૨. માનસિક શુદ્ધિ અને આત્મક, શારીરિક શુદ્ધિ કરવા માટે પ્રથમ સદ્વિચારરૂપી દવા લેવાની જરૂર છે. જે સદ્વિચારરૂપી દવા લેશે તે આધિ વ્યાધિ અને વિડંબનાઓને સ્થાન મળશે નહી. અને આવેલ હશે તે તેઓનું જેમ નરમ થતાં સદ્દવિચારની લીધેલી દવા તે આધિ
વ્યાધિ વિગેરેને ધકેલીને દૂર કરશે. આધિ વ્યાધિ અને ઉપાધિનું મૂલ, ખરાબ અને દુષ્ટ વિચારે છે. જ્યાંસુધી ખરાબ દુષ્ટ વિચારનું જોર હોય છે ત્યાં સુધી આધિ એટલે માનસિક ચિન્તા-વ્યાધિ એટલે શારીરિક રંગ અને ઉપાધિ એટલે અહં કાર મમતા-મેહ-અદેખાઈજન્ય પીડાઓનું જેમ રહેવાનું જ; કારણ કે સદ્વિચારમાં અમૃત ગુમ રહેલ છે અને દુષ્ટ વિચારમાં વિષ છૂપું સમાએલ છે. એટલે વિષ જેવા દુર વિચારોને દૂર કરવાની દવા સદ્વિચારે છે. માનસિકાદિક શુદ્ધિની દવા, અમૃત સરખા સદ્વિચારે છે. માટે જગતમાં સારી રીતે જીવવું હોય તે–તેમજ સત્ય સત્તા-સંપત્તિ અને સાહ્યબીને પ્રાપ્ત કરવી હોય તે સદવિચારરૂપી સાચી દવા લઈને પ્રથમ શુદ્ધ બને; શુદ્ધમાં આનંદની ઉર્મિઓ ઉછળ્યા કરે છે; ખરાબ અને દુષ્ટ વિચારે તે ભવોભવ ખાનાખરાબી કરી છે, બરબાદ કરીને હલકી અધમ ગતિમાં ધકેલી દીધા છે, માટે સદ્વિચારની દવા ક્ષણે ક્ષણે લીધા કરે. શુદ્ધિને પ્રાપ્ત કરી સત્ય સુખ શાંતિ મેળવે. - ૬૪૩. સર્વેચ્છાએ સિદ્ધ કરવી હોય અને શક્તિમાન બનવું હેય તે આધ્યાત્મિક જ્ઞાનને મેળવવા પૂર્વક આત્મક્ષતિને સાધે! મનુષ્યને બે પ્રકારની ઈચ્છા હોય છે,
For Private And Personal Use Only