________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ આવે, જેથી વ્યાવહારિક કાર્યોમાં મુંઝવણ થતી નથી. અને મુંઝવણ ન થતાં રાગ-દ્વેષના વિકારે ઉત્પન્ન થતા નથી. તેથી ઉત્તરેત્તર આત્મા વિકાસ સાધતે રહે છે-અને ઘાતી આ કર્મોને ઘાત કરીને કેવળજ્ઞાનને પામે છે.
૩૧૨. વિચાર અને વિવેકના આધારે ચિલાતી પુત્રે, દઢપ્રહારી તેમજ અર્જુન માળીએ આત્મવરૂપને ઓળખ્યું; તેથી અત્યંત કષ્ટ સહન કરીને પણ મેક્ષના સુખને પામ્યા–તે પણ સાદિ અનંતમાં ભાગે. વૈષયિક સુખે સાદિ સાંત છેઅને મેક્ષ સુખ, આદિ અનંત છે. વિષયના સુખમાં જન્મજરા મરણના કષ્ટો સહેવા પડે છે. મેક્ષ સુખમાં તેમાંનું કાંઈ પણ હેતું નથી માટે આત્મ કલ્યાણના કાંક્ષીઓએ સંસારના સ્વરૂપની વિચારણા કરીને પૃથકકરણ કરવું એગ્ય છે.
૩૧૩. જ્યારે ઉપયોગ કરતાં ધનાદિક વધી પડે છે, ત્યારે આલય-પુરૂષાર્થહીનતા-ઈષ્ય-અદેખાઈ-વિષયાસકિત વધે છે અને સુશિક્ષાને લેપ થાય છે.
૩૧૪. અભિમાની-અહંકારી અને અન્યાયકારી તથા અવિદ્વાન, રાજાઓનું રાજ્ય ચિરકાલ ટકતું નથી, ભલે પ્રારંભે ઉત્પાત જગાવે.
૩૧૫. જિનેશ્વર ભાસિત તની રીતસર સમજણ થયા પછી સમકિત-શ્રદ્ધા થાય છે અને તે શ્રદ્ધાના જોરે આત્મધર્મની પ્રતીતિ થાય છે. અનાદિકાલથી આત્મા રાગદ્વેષથી ઘેરાએલ છે, છતાં તે રાગ-દ્વેષને મૂલમાંથી દૂર કરવાની તાકાત શ્રદ્ધામાં રહેલી છે. જે શ્રદ્ધા થાય નહી તે આત્મ
For Private And Personal Use Only