________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
૨૦૭. આપે અને મેળવો; ઉદારાત્માઓ-જે પિતાની પાસે છે તે બીજાઓને આપીને શ્રીમંત બને છે, ત્યારે લેભીને લાલચુ જન સંગ્રહ કરીને રંક બને છે. કારણ કે તે એવું મનમાં સમજે છે કે જે બધું આપી દઈશ તે હને હવે મળવાનું નથી ત્યારે ઉદાર માણસે, સમજે છે કે, આપ્યા વિના કદાપિ મળવાનું નથી, માટે જે બીજાને ખપમાં આવે તેવું આપ્યાજ કરવુંવિલંબ કરે નહી. વસ્તુતઃ છે પણ એ પ્રમાણે કે, આપ્યા વિના કોઈ પણ આપણને મળશે નહી અને મળ્યું પણ નથી. તે પછી શા માટે કૃપણુતા રાખવી? આપણું રાખ્યું રહેવાનું નથી જ.
૨૦૮. સત્ય શક્તિ મનુષ્યમાં તિરામા રહેલી શક્તિઓ, સિદ્ધિઓ અને શુદ્ધિ, અત્યુત્તમ ભાવના ભાવવાથી જાગ્રત થાય છે અને પ્રયાસ કરતાં આવી મળે છે. આ શક્તિઓ વિગેરે, ધન સંગ્રહથી તેમજ તેને સાચવી રાખવાથી મળી શકતી નથી પણ મમતાને ત્યાગ કરીને તેને સદુપયોગ કરવાથી તેમજ મનને નિગ્રહ કરવાથી પ્રાપ્ત થશે; માટે મમતાને ત્યાગ કરીને સત્ય શક્તિ વિગેરેને મેળવે.
ર૯ તમારા આચરણે તમે ભવિષ્યમાં કેવા થશે તેની આગાહી આપે છે. સારા આચરણે હશે તે ભવિષ્યમાં સારા-ઉત્તમ બનવાના બૂરાથી સારા બનાય નહી માટે વર્તમાન કાલના આચરણને તપાસવાની ખાસ જરૂર છે. પૈસાની જેમ -વ્યવહારમાં જરૂર પડે છે, તે પ્રમાણે સારા આચરણ-સદાચારેની પણ આવશ્યકતા રહેવાની જ. તે માટે પ્રથમ પ્રયાસ
For Private And Personal Use Only