________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
સમ્યગદર્શન પૂર્વક એવી ક્રિયાઓ થવી જોઈએ કે જે દ્વારા વિષય-કષાયના વિકારે ટળે અને આત્મોન્નતિ થાય-અને સમત્વભાવને આર્વિભાવ થાય-આજ લક્ષ હોવું જોઈએ; જે પ્રભુપૂજાના કરનાર–સામાયિક કરનારને નિજે કે તું પ્રભુ પૂજા દરરોજ કેમ કરતું નથી, તું મિથ્યાત્વી જે છે-મૂર્ખ છે–લબાડ છે, સામાયિક કરનાર-પ્રભુ પૂજા કરનારને તિરસ્કારે–અપમાન કરે અને તેની નિન્દા કરેતે રહે તે આમ બન્ને જણ તત્વને પામતા નથી અને આત્મકલ્યાણને સાધી શકતા નથી. પરંતુ અનેકાંત દષ્ટિએ વિચારણા કરે, તેઓને આશય જાણે તે રાગ-દ્વેષનાકામકોધાદિકના વિકારોને આવવાને અવકાશ મળે નહી. આર્ય સંસ્કૃત-જેનેએ અનેકાંતવાદને તથા અહિંસાને વિસરે નહી. અને ઝગડા થયા હોય તો અનેકાંત દૃષ્ટિએ સમાવવા અને સમતાને લાભ લઈને આત્મવિકાસ સાધવે, નહીંતે ભરે ભાણે ભૂખ્યા અને છતે પાણીએ તરસ્યા જેવું થાય; અનેકાંતવાદ કષાને હઠાવવા માટે અમોઘ અહિંસક શસ્ત્ર છે.
૭૪૫. મૂર્તિપૂજક-શ્વેતાંબર જૈને તથા સ્થાનક વાસી જૈન અને દિગબર જેને, આ સઘળા વિશે તીર્થકરેને આદરપૂર્વક આરોધે છે, તેમની આજ્ઞાઓ પ્રમાણે અમલ કરવા ઈચ્છા રાખે છે, અને પ્રયાસ પણ કરતા રહે છે, પણ અનેકાંત દૃષ્ટિના અભાવે એક બીજાને આશય નહી જાણવાથી ઝગડાએ કરી પ્રભુ આજ્ઞાઓને ઠોકરે મારી સંઘબલ-આત્મજ્ઞાન-આત્મ વિકાસમાં પોતે જ વિદ્ગો ઉપસ્થિત કર્યા કરે છે. સાચું બળ-સત્યજ્ઞાન અનેકાંતમાં રહેલ છે, તે જે ભૂલાય તે સંઘબળ રહે નહી અને ધાર્મિક કાર્યો સધાય નહી
For Private And Personal Use Only