________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
શકાય એટલે મન જો સંતુષ્ટ હેય તે દુ:ખરૂપે ભાસે નહી અને વલોપાત થાય નહી.
૩ર૯ માણસેને દુખની દવા પિતાના મનની વિચારણામાં રહેલી છે. તેને શેધી કાઢવા માટે ખાસ ભાવનાને ભાવવી જોઈયે અને તે દવા મળી શકે એમ છે ,પરંતુ આપણે
જ્યાં સુધી બહાર શેધીએ છીએ ત્યાં સુધી તે મળી શકે જ નહી માટે અન્તરમાં તપાસ કરીને મેળવે.
દરેક માણસમાં એવું એક બળ, એવી એક અવિનાશીશક્તિ રહેલી છે કે તેને જે વિકાસ કરવામાં આવે તે તે આપણું સમસ્ત ઘા-જખમ રૂઝવી નાંખે અને દુખેથી નિવૃત્ત થવાય.
જ્યારે સમસ્ત બાહ્ય વસ્તુની મદદની અપેક્ષા દૂર ખસશે ત્યારે આપણે સ્વતંત્ર અને સમર્થ બનીશું, માટે બનતાં સુધી બાહ્યવહુઓના સહકારની ઈરછા રાખે નહી અને પિતાના પગ ઉપર ઉભા રહે. જેમ જેમ બહારના સાધનેની અધિકા ધિક અપેક્ષા રાખવામાં આવશે તેમ તેમ શક્તિ દબાતી રહેવાની જ, અને પરાધીનતાની બેડીમાં સપડાવું પડશે.
કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ, આવી દઢ માન્યતામાં અને વિચારમાં આપણે સુષુપ્ત શક્તિ જાગ્રત થાય છે અને કર્તવ્ય પાલનમાં પ્રવૃત્ત થવાય છે તથા વિને-ભયાદિકને હઠાવવાની તાકાત ઉત્પન્ન થાય છે, માટે સત્કાર્યો કરવામાં દઢતા ધારણ કરવી.
૩૩૦મનની અસર શરીર પર પડતાં વાર લાગતી
For Private And Personal Use Only