________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતું નથી અને પૂજામાં પણ ખપમાં આવતાં નથી, માટે સુણોને મેળવે–
૭૨૨, સંતોષીને સદાય સુખ-શાંતિ આપે આપ આવીને વરે છે. અસષીને ચક્રવતી જેવી સાધન સામગ્રી હેય, તે પણ માનસિક ચિન્તામાં બળ્યા કરે છે અર્થાત્ જે સુખને ચાહનાર સંતેષ વિનાને પ્રયાસ કર્યા કરે છે તે સુખ સ્વધામાં પણ હોતું નથી; કાંતે નિદ્રામાં કેઈની સાથે બેલાબલી કરતે હેય-અગર મારામારી કરતો હેય-કે વિષયભેગ સાધને તરફ દોડતે હેય-આવા માનવીને સાધને હેતે પણ સુખશાંતિ ક્યાંથી હોય? સુખશાંતિને પ્રાપ્ત કરવામાં અને વિપત્તિઓ તથા વિડંબનાઓને હઠાવવામાં ધીર-વીર-જ્ઞાની બનવાની જરૂર રહેલી છે, કારણ કે ધીર-વીર-જ્ઞાની, આવી પડતી અને આવેલી વિપત્તિઓને હઠાવવામાં સમર્થ હોય છે એટલે તેઓની પાસે આવી શકતી નથી, કદાચ આવી પડે તે ચિરકાલ ટકી શકતી નથી. જ્યાં ધીરતા અને વીરતા છે, ત્યાં સત્તા-સંપત્તિ સાહાબી દેડતી આવે છે, અને તે આત્મતિમાં સારી રીતે સહકાર આપ્યા કરે છે. ધીર વીર-નિર્ભય બનેલ આલોકને અને પરલોકને પણ સાધવા સમર્થ બને છે. વ્યવસાય કરતાં ભૂલ થાય તે પણ અડધી સફળતા માની તે ભૂલેને સુધારી આગળ ધપ્યા કરે છે પણ આળસુ એદી બનીને હતાશ બની સાધ્ય કાર્ય પડતું મૂકતે નથી. આળસુ એદી તે જગમાં સામાન્ય કાર્ય પણ સાધી શકવા નશીબ બને છે.
For Private And Personal Use Only