________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ તે તે અંશે કર્મની નિર્જરાપૂર્વક આત્મશક્તિને આર્વિભાવ થાય છે.
આત્મશક્તિને આર્વિભાવ થવામાં દુન્યવી પદાર્થો સમર્થ નથી, પરંતુ જે તેને સદુપયોગ થાય તે સહકાર આપી શકે અને દુરુપયોગ થાય તે આત્મશકિત ઉપર આવરણ લાવવા પૂર્વક આત્મશકિતને દબાવી દે. તમેને મને હર–સંપૂર્ણ અંગેપાંગ સહિત-શરીર મળેલ છે તે વિષય ભેગ માટે નહી પરંતુ વ્રત નિયમોને ધારણ કરી પુણ્યધન-અને કર્મ નિર્ભર કરવા માટે મળેલ છે; વિષય ભેગમાં તે પાપ વૃદ્ધિ-પુણ્યને ક્ષય અને શક્તિને નાશ થાય છે, માટે શરીરની શોભા-ભૂષણ, વ્રત નિયમેને ધારણ કરવામાં છે; તમને સુંદર બે નયને મળ્યા છે, તે પ્રભુના દર્શન કરવા, નહીં કે સુંદર રૂપને દેખીને રાગી બનવા માટે કે ખરાબ ચેષ્ટાઓ કરવા માટે તમને મનહર શ્રવણે-કાન મળ્યા છે તે ઉપદેશ સાંભળવા માટે, નહી કે નિન્દા કુથલી સાંભળવા માટે તથા જીભ મળી છે, તે પ્રભુના ગુણ ગાવા-તેમના ગુણેની પ્રશંસા કરવા માટે અગર અન્ય ભવ્યને ઉપદેશ આપવા માટે નહી કે નિન્દા-ગપ્પા મારવા માટે; જે હાથે મળ્યા છે તે પોપકાર માટે-દાન કરવા માટે, નહી કે આભૂષણ પહેરી ગર્વ કરવા માટે પગ મળ્યા છે તે યાત્રા કરવા, દેવ દર્શન કરવા માટે મળ્યા છે; નહી કે લાતે મારવા માટે, એટલે શરીરની શોભા શીયલનું પાલન કરવાથી વધે છે; દાન દેવાથી હાથની શોભા વધે છે; કેઈને તમાચા મારવાથી નહી. માટે આવી ઉત્તમ સામગ્રીને મેળવીને તેને સદુપયોગ થાય તે પ્રમાણે ઉપગ રાખ.
For Private And Personal Use Only