________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૯
તેઓને તિરસ્કારશે નહી અને સન્માર્ગે વાળવા માટે ઉત્સાહને ધારણ કરશે. શ્રદ્દા અને પ્રેમ ત્યારે જ કહેવાય કે, અન્ય પ્રાણીઓના દોષોને દેખી તેને ધિક્કારાદિક શબ્દોને ન સભળાવતાં સન્માર્ગે વાળવા પ્રયત્ન થાય; સાચી યા અને સત્યધમ, પેાતાના આત્માની શ્રદ્ધા અને પ્રેમમાં છે. તેમજ શક્તિ હાય તે તેને ઉપયોગ અન્ય જનોને સન્માર્ગે વાળવામાં કરવાના છે, પણ પડતાને પાડવામાં નથી. જે પતિત થઈ રહેલાં છે તે કદાપિ ઉચ્ચ બનશે નહી અને સન્માર્ગે વળશે નહી, આવી માન્યતા ભૂલ ભરેલી હાઈ, ભ્રમણા કહે વાય; અસંખ્ય માનવેા, સત્યમાગમ-સદ્ગુરુઓના સદપદેશની અમૃત વાણીનું પાન કરી, તૃષ્ણાઓને દૂર કરી પતિત દશામાંથી બળ ફારવી ઉચ્ચ સ્થિતિમાં આવ્યા છે અને સચ્ચારિત્રની સારી રીતે આરાધના કરીને અનંતસુખના સ્વામી બન્યા છે, અને બનશે. માટે તેવા માણુસે સન્માર્ગે કદાપિ નહી વળે તેવી માન્યતાને ત્યાગ કરવા અગત્યના છે. દરેક પ્રાણીઓ પર શ્રદ્ધાપૂર્વક પ્રેમને ધારણ કરેા અને આગળ વધારવા શક્ય પ્રયાસ કરેા. તમે પણ સન્માર્ગે વળી જે આત્માન્નતિ કરી રહેલ છેા, તે એકદમ કે અકસ્માત્ ચેાગે કરી નથી પણુ અનેક પ્રકારે પતિત કા ભાગવીને સસમાગમ-સદુપદેશદ્વારા આત્મવિકાસઆત્મન્નતિ કરી છે. પડ્યા વિના આત્મવિકાસમાં આગળને આગળ વધનારા એછા પ્રમાણમાં હાય છે. માટે દરેક પ્રાણીઓ ઉપર તેમજ પતિત થએલ માણસા પર પ્રેમ દૃષ્ટિ રાખી તેને આગળ વધારવા શક્ય પ્રયત્ન કરવા તે સમ્યજ્ઞાનીઓનું કર્તવ્ય છે.
For Private And Personal Use Only