________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
મળતાં પ્રાણીઓ તેમાં જ મુગ્ધ બની વિષયમાં લંપટ બને છે અને લંપટ બનતાં પ્રતિકૂલ સોગ ઉપસ્થિત થાય ત્યારે ક્રોધ માનાદિ કષારૂપી શત્રુઓ હાજર થાય છે એટલે તે વિષય અને કષાય વડે પ્રાણુઓ-ધર્મ વિમુખ બનેલ હેવાથી મેઘેરા મનુષ્ય ભવને હારી બેસે છે, કાંઈ પણ આત્મિક લાભને પ્રાપ્ત કરી શક્તા નથી. કીટકની માફક-પશુ-પંખીની માફક જે આવ્યો તે પરલોક જાય છે,–જે તરવાના સાધને મળ્યા હતા અને મેળવ્યા હતા તે સઘળા બંધનરૂપે થાય છે અને આધિ-વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ મળેલા જન્મને દુઃખમયદુઃખજનક અને દુઃખની પરંપરાવર્ધક બનાવે છે. માને કે, એક માણસની પાસે અઢળક ધન સંપત્તિ છે અને આવક પણ લાખ રૂપિયાની છે, પણ તેમાં જ મુગ્ધ બનેલ હોવાથી દાનાદિક ધર્મની આરાધના કરતા નથી, તેમજ તે સંપત્તિ વડે પરેપકાર પણ કરતું નથી, કેઈ સહાય માગવા આવે ત્યારે બચકાં ભરવા તૈયાર થાય છે એટલે બેલા બલી કરવામાં બાકી રાખો નથી, તેથી કલહ-કંકાસ ને વેગ મળતાં ખાવા-પીવામાં પણ તેને સુખ મળતું નથી-જનતામાં અને ઘરમાં તિરસ્કાર પાત્ર બને છે, કેઈપણ તેનું સારું બેલતું નથી. તે સંપત્તિના બંધને અંધાએલને વ્રત નિયમાદિ કરવાની ભાવના પણ કયાંથી આવે અને મમતાબંધથી પરકમાં સારી સ્થિતિના સાધને ક્યાંથી સળે? કારણ કે જે પ્રાપ્ત થએલી સંપત્તિના આધારે પપકાર કરવાનો હતો અને મમતાને ત્યાગ કરી ધર્મની આરાધના કરવાની હતી તે કરી નહી, અર્થાત્ તે સંપત્તિને દાસ બચે પણ સ્વામી બળે નહી,
For Private And Personal Use Only