________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
શા હોય; ચક્રવર્તી હોય કે દેવ હેય. કામવિવશ બનેલ તે પરનારી-વેશ્યાદિને પગે પડે છે–લાત મારે તે પણ તેને પગ ચાટતે જાય-અરે માર-કેવો અજબ માર મારે છે ! બુદ્ધિમાનને બુદ્ધિહીન, ધનહીન બનાવી અકથ્ય સંકટમાં સપડાવે છે-આબરૂ-પ્રતિષ્ઠાનું ભર બજારે લીલામ કરાવે છે.
૧૬૧. અનાદિકાલથી અખલિત રીતિએ વખત વહી રહ્યો છે અને વહેતે રહેવાને જ, કેઈ મહાસમર્થથી પણ રેકી શકાય એમ નથી. આવા અનંત કાલ સુધી રહેવાવાળા વખતમાં અનંતા જીવાત્માઓ જન્મ મરણ કરે છે, બાલક-યુવાન થાય છે, યુવાન, વૃદ્ધ બનીને મરણ પામે છે. કેટલાએક બાલક, બાલાવસ્થામાં મરણ પામે છે. યુવાને, વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ મરણ પામીને પાછા જન્મ ધારણ કરે છે; આ પ્રમાણે અનાદિકાલથી જન્મ-મરણના પ્રવાહમાં પ્રાણીઓ તણાઈ રહેલ છે. આ અરસામાં તે પ્રાણીઓને વિવિધ પ્રકારની મુંઝવણ થાય છે. મુંઝવણ, એ એક એવી વસ્તુ છે, કે સારા અને પ્રસિદ્ધ થએલ વ્યક્તિને પણ પાપ માર્ગે દેરી જાય છે. મુંઝવણમાં આવી પડેલ માનવી, જયારે ત્રાસી ઉઠે છે, ત્યારે ઉન્માર્ગને આશ્રય લઈ પાપને પણ આચરીને મુંઝવણ ટાળવા તત્પર બને છે.
૧દર, સુંઝવણ પ્રસંગે પાપની સલાહ હૈિયે પસંદ પડતાં વાર લાગતી નથી. આ કારણથી જ્ઞાનીઓ કહે છે કેમુંઝવણના સો વખતે તે ખાસ એવા સંગમાં રહેવું જોઈએ કે જ્યાંથી સમતા રસમાં ઝીલવાની પ્રેરણા મળે. સમતા ટકી રહે એવી ધીરજ પમાડનાર વાણી સાંભળવાને લાભ
For Private And Personal Use Only