________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ દાન આવ્યા, તેઓને પણ “દ”ને ઉપદેશ આપે તેઓ સમજી ગયા કે અમે બહુ ક્રોધી અને હિંસક છીએ. જગતના પ્રાણીઓને મારી નાંખીએ છીએ તેથી “દ” દયાને ઉપદેશ આપ્યું આ પ્રમાણે સમજી તેઓ પણ અવસ્થાને ગયા. માન આવ્યા, તેમને પણ “દ”ને ઉપદેશ આપે, તેઓ સમજ્યા કે સર્વ પાપનું મૂલ લેભ આપણામાં અધિક છે; લેવાની ઈચછા રાખીયે છીએ દેવાની નહી–માટે “દ” કહેતાં દાનને આપવા માટે બ્રહ્માએ કહ્યું. આપણામાં સારા ભાવ અને શ્રદ્ધા હોય તે એક અક્ષરમાંથી પિતાના કલ્યાણને માર્ગ શોધી કઢાય છે અને અવકલ્યાણ સધાય છે માટે પ્રથમ શ્રદ્ધાપૂવક આત્મ કલ્યાણને ઉપદેશ શ્રવણુ કરવામાં પ્રેમ રાખવે ઉચિત છે, નહીતર-શ્રદ્ધા વિનાનું શ્રવણ, લાખે વર્ષો સુધી કરે તે પણ સ્વલ્યાણને માર્ગ સુઝે નહી અને આત્મ કલ્યાણ સધાય નહી.
દેવ-દાનવ-અને માનવગણને પિતાની પ્રવૃત્તિમાં–પિતાના આચારમાં અને વિચારમાં સત્ય શાંતિ મળી નહી; તેથી સત્ય શાંતિને એક અક્ષરને સાંભળતાં સારે ભાવ હોવાથી “દ” દમાંથી પિતાના કલ્યાણને માર્ગ સુઝ અને સત્ય શાંતિને મેળવી શક્યા.
૧૧. મિથ્યાત્વ-અવિરતિ-કપાય-ગ-અને પ્રમાદને હઠાવવા માટે જ્ઞાનની તથા સમકિતની આવશ્યકતા રહેલી છે તેમજ ચારિત્ર-વર્તનની પણ જરૂર રહેલી છે, જે જે અંશે શ્રદ્ધા-સમ્યજ્ઞાન--અને ચારિત્રની આરાધના થાય છે
For Private And Personal Use Only