________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
સુધી તમને તે ક્ષણમાત્ર પણ જપીને બેસવા દેશે નહી અને પુણ્યદયે પ્રાપ્ત થએલ સત્તા-સંપત્તિ-સાહ્યબી-બળ બુદ્ધિને નુકશાન કર્યા કરશે; તેથી ઉચ્ચસ્થિતિ, ઉરગ્રસંપત્તિ, ઋદ્ધિસિદ્ધિ અને શુદ્ધિ આવી મળશે નહી, માટે મહા મેહમલને જીતવા માટે પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. માને કે, તમે એ વ્યાયામાદિક કરીને અખાડામાં બલવાનમાં બલવાન મલને હરા, વિજયપતાકાને મેળવવાપૂર્વક પ્રસિદ્ધ બન્યા અને અનેક ચંદ્રકોને મેળવ્યા પણ શું! તેથી તમારી ચિન્તા નષ્ટ થઈ? પરિતાપ એ છે થ? અને આત્મિક શુદ્ધિને મેળવી કે નહી ? તેને પ્રત્યુત્તર આપવામાં મૌન ધારણ કરશે, અગર કાંઈક બાનુ કાઢીને ખસી જશે; આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય નહી તે માટે તમારી સમીપે રહેલ અને દષ્ટિગોચર ન થતા એવા મેહમલને જીતવા માટે જ્ઞાનપૂર્વક પ્રયાસ કરે; દુન્યવી મલને જીતવા માટે પ્રયાસ કરશે નહી–તે પણ મલ તે શું, પણ સર્વ જગને જીતાશે અને સાચી ઋદ્ધિ સિદ્ધિ-સમૃદ્ધિ અને સત્તા-શુદ્ધિ આપોઆપ આવીને મળશે, પછી તમે સામાન્ય સ્થિતિમાન હશે તે પણ ચિન્તા-સંતાપાદિ રહેશે નહી અને સદા-સર્વથા અને સર્વત્ર આનંદમાં ઝીલ્યા કરશે તમારે જગવલ્લભ બનવું હેય અને પુણ્યદયે પ્રાપ્ત થએલ મનુષ્યભવની સાર્થકતા તથા સફળતા મેળવવી હોય અને મહામહેનત-પાપારંભ કરીને પણ મેળવેલા પૈસાથી કાંઈક સુખને મેળવવું હોય તે તથા આરાધેલ ધર્મનું સાક્ષાત્ ફળ મેળવવાની ભાવના હોય તે આત્માના સત્ય સ્વરૂપને સમ્યગ્ન પ્રકારે ઓળખી તેનું જ લક્ષ રાખી અહંકાર-મમતા-અદેખાઈ નિવારે.
For Private And Personal Use Only