________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાબુએ પારકાની મલિનતા ધોવા જેવું છે, ભલે પછી તે ધાર્મિક પણ હોય, તેથી કંઈ પણ ધર્મક્રિયાને લાભ મળતું નથી, ઉલ્ટે ગેરલાભ થાય છે, માટે આત્માથીએ જગતનું સ્વરૂપ વિચારી આત્માના દોષને ટાળવા પ્રયત્નશીલ બનવું તે હિતકર અને શ્રેયસ્કર છે; નહી તે રહિણીની માફક પિતે જાતે નિઃ પાત્ર બનવું પડે-કુંડનપુરના નગરશેઠ સુભદ્રશેઠની પુત્રી રોહિણી હતી. શેઠના ધાર્મિક સંરકાર દ્વારા આ પુત્રી પણ ધર્મક્રિયાના સંસ્કારવાળી હતી. તેને પરણવી, પણ દુર્ભાગ્યે વિધવા થઈ. તેના માતા પિતાએ ધાર્મિક સંસ્કાર આપી શાંત કરવા પૂર્વક ધાર્મિક ક્રિયાઓમાં જેડી; તેમજ જીવવિચારાદિકના જ્ઞાનમાં આગળ વધારી. રોહિણી દરરોજ સામાયિક પ્રતિકમણાદિ કરે છે, પણ જે કોઈની ધાર્મિકતામાં ભૂલ પડે તે તે કરનારને તિરસ્કારાદિ વચને કહીને જૂઠે પાડે છે અને વખત મળતાં ભૂલે કરનારની નિન્દા કરવામાં બાકી રાખતી નથી, તથા કેઈ હસે આનંદથી વાતચીત કરે તો પણ તેને ગમતું નથી; તેઓની ગેરહાજરીમાં પાસે બેસનારને નિન્દામાં જોડી વૃથા વખતને ગુમાવતી અને મનમાં માનતી હતી કે, હું જ દિયાપાત્ર છું અને અજોડ છું. આમ માનીને કુલાતી; માત પિતા સારી શીખામણ આપે તો પણ માનતી નહી. તેઓ કહેતા હતા કે બને તેટલી ક્રિયા કરવી, પણું પારકાની ભૂલે દેખી મધુરા વચને દ્વારા તેઓને સમજાવવા, પણ તેઓની નિન્દા કરવી નહીં. કારણું કે સાંભળનારમાં પણ ખોટા સંસ્કારે પડે છે; પિતાની બુદ્ધિમાં બગાડે થાય છે તેમજ વૈરવૃત્તિની પરંપરા વધે છે, એટલે નિદા કરવાથી અને સાંભળવાથી કઈ પ્રકારે હિત થતું નથી.
For Private And Personal Use Only