________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ર ૫૬૯ એકાગ્રતા થતાં જ્યારે મનને વિલય થાય છે, એકેય કલ્પનાનો વિચાર આવતો નથી ત્યારે પ્રકાશને પ્રાદુર્ભાવ, અન્તરમાં થાય છે અને પ્રકાશ થતાં જ રહેલાં આવરણે આપઆપ ખસવા માંડે છે.
પ૭૦. મનની ઉચ્ચ સ્થિતિ થતાં એકાગ્રતા જામે છે, અને બરાબર એકાગ્રતા થવાથી દુન્યવી કલ્પનાઓ અને વિચારેની અનુક્રમે મંદતા થતાં જ્યારે એકપણ વિચાર આવતે નથી ત્યારે આત્માને અનુભવ સ્વયમેવ આવે છે.
દુન્યવી કલ્પનાઓએ એકાગ્રતાને દબાવી દીધી છે અને પિતાનું સુખ હણી નાંખ્યું છે તેથી સત્યસુખની સમજણ પડતી નથી. જેમજેમ કલ્પનાઓ ઓછી થાય તેમ તેમ એકાગ્રતા આવતી રહે છે માટે કલ્પના અલ્પ કરવી.
પ૭૧. સ્વાદ અને સ્વાર્થવૃત્તિ. વ્યવહારના સંબંધોને અને કાને ખરાબ કરનાર જે કઈ હોય તે સ્વાદ અને સ્વાર્થવૃત્તિ છે. સ્વાદ અને સ્વાર્થે ઘણું નુકશાન કર્યું છે. સ્વાદથી શારીરિક શક્તિને હાનિ પહોંચી છે અને સ્વાર્થે આત્મિક શક્તિને હણે છે.
૫૭૨. આત્મિક ગુણે જેટલા પ્રમાણમાં વિકસ્વર થયા હશે, તેટલા પ્રમાણમાં તેવા ગુવાળા મહાત્માઓ તમારી પાસે આવતા રહેશે અને તમે તેઓને ઓળખી શકશે.
પ૭૩. ઉત્સાહને ભંગ કરનારી તેમજ શ્રદ્ધાને ત્યાગ કરાવનારી ટીકા કરવા કરતાં, ઉત્તમ કાર્યોની ટીકાઓ
For Private And Personal Use Only