________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯ છે, માટે વર્તનને સુધારવા માટે માનસિક વિચાર અને ઉરચારને અવશ્ય સુધારવા.
૩૫૫, જીવતાં દરમ્યાન મારતાં આવડે તે, બીજીવાર મરણ આવે નહી. મરણ પામીએ એવું કે કામ ક્રોધાદિકને મારીને મરવું. કે જેથી પુનઃ જન્મ ધારણું કરવો ન પડે. જન્મ મરણ અને જરાની વ્યાધિઓને હટાવવાની શક્તિ તમારામાં જ છે, અન્ય સ્થલેથી કદાપિ આવશે નહીં. માટે તમે પિતે તે શક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે તે જરૂર મળી રહેશે. શંકા-ભયાદિકને ધારણ કરે નહી અને શ્રદ્ધા રાખીસમ્યગજ્ઞાન મેળવવાને પ્રયાસ ચાલુ રાખે; જલ્દી લાભ ન મળે તે પણ હિંમતને હારતા નહી.
ધીરજને ધારણ કરવી તે પણ સફલતાની–ફત્તેહની નિશાની છે, અને શંકા ભયાદિકને લાવી હિંમતને હારી દેવી તે નિષ્ફ લતાની નિશાની છે.
૩૫૬. અત્તરના અને બહારના શત્રુઓ ઉભા થાય તેવું કાર્ય કરવું નહીં પણ અન્તરના શત્રુઓ હઠે તેવાં કાર્યો કરવાં. અન્તરના છૂપા રહેલા શત્રુઓ જે હક્યા તે બાહ્યાના શત્રુઓનું જોર ચાલી શકે એમ છે નહી. અન્તરના શત્રુઓ એ જ, બાહ્યના શત્રુઓને ઉત્પન્ન કરીને અધિક સહકાર અને સહાય આપી છે માટે તેઓને હઠાવે.
૩૫૭. જુલમ કરીને, સત્તા-શક્તિને ઉપયોગ બીજાઓ ૧૪
For Private And Personal Use Only