________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
છું, તમારા ગુણેને દેખી તને મારા સ્વામી બનાવવાની ઇચ્છા થઈ છે. આ સાંભળી બ્રાહાણ-પૂર્વાપર વિચાર કર્યા વિના વિષયાસકત બનવાથી પરણવા તૈયાર થાય છે, તેવામાં તેના માત પિતા આવીને કહેવા લાગ્યા કે, તમે આ સર્વ તમારી પાસે રહેલ સુવર્ણ અમને આપે તે અમારી કન્યા તેમને પરણાવીએ, અવિચારી વિષયાસક્ત બ્રાહ્મણે વિચાર કર્યો કે સુવર્ણ બીજીવાર મેળવી લેવાશે પણ આવી રૂપવતી કન્યા મળશે નહી માટે સુવર્ણ આપીને તેને સ્વામી બનું સુવર્ણ સઘળું આપી દીધું કન્યા સાથે લગ્ન કર્યું, કન્યાને લઈ મલકાતે ચાલે છે, તેવામાં તે કન્યા તથા તેના માતા પિતા અદૃશ્ય થતાં ઘણે પરિતાપ કરતે ઈન્દ્રજાળીઆને કહેવા લાગ્યું કે રૂપવતી કયાં ગઈ? તેણે કહ્યું કે હમણું આવશે, ઉતાવળો થા નહી. આમ કહીને ચાલી નિકળે. બ્રાહ્મણ વાટ જોઈ રહેલ છે કે હમણું આવશે. માયાની ખબર પડી નહી અને રાગથી બે ત્રણ દિવસો ભૂખે અને તરસ્યો બેસી રહ્યો, પરંતુ તે આવે કયાંથી? માયા તે વળી સત્ય હેય! બીજીવાર સુવર્ણ ભૂમિમાં જવાની શક્તિ રહી નથી. ચિન્તા પરિતાપથી તેમજ ભૂખે અને તરસ્યું હોવાથી તાકાત ગુમાવી બેઠે છે; એટલામાં રાત્રીમાં સ્વપ્ન આવ્યું કે તારા ઘરમાં સેનામહોરે જમીનમાં રહેલી છે; આવી સ્વપ્નની માયા દેખીને સ્વગૃહે આવીને સઘળું ઘર ખદવા લાગ્યું, પરંતુ એક તેલે પણ સોનું નીકળ્યું નહીં, ત્યારે વળી અધિક-અધિક રડવા લાગે. જે પ્રયાસ કરીને તેનું મેળવ્યું હતું તે માયાવી સ્ત્રીના ફંદામાં ગુમાવ્યું; સ્વપ્ન પણ સત્ય હેચ કયાંથી? ઘર, ગૃહિણી અને ધન વિનાને બની પ્રથમના કરતાં અધિક દુઃખી
For Private And Personal Use Only