________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અને તેમના સદૂગુણે પણ દુર્ગણે લાગે છે તેથી તેમના તરફથી જે લાભ મળતું હોય તે લઈ શકાતું નથી અને ગુણાનુરાગી બનાતું નથી.
દુર્ગુણેને ત્યાગ કરીને જેઓ સદ્દગુણી તથા ગુણાનુરાગી બને છે, તેઓને મહત્તા માટે બહુ મહેનત કરવી પડતી નથી. એતો આપોઆપ આવીને ભેટે છે. મહત્તાને વિશેષ પ્રકારે આડંબરવય અને વેશની અગત્યતા રહેતી નથી, માટે સદ્ગુણી બને. - ૩૮૭. જબરજસ્તીથી તેમજ બલાત્કારથી કઈ માણસને કદાગ્રહ કે શંકાઓ દૂર કરી શકાશે નહી, પણ શાંતિપૂર્વક તેઓને હેતુપૂર્વક સમજાવવામાં આવે તે જ તેઓ સમજે અને કદાગ્રહ તથા શંકાઓનો ત્યાગ કરી શકે; માટે કોઈને સમજાવવા હોય તે તિરસ્કાર-ધિક્કાર તેમજ ગાળો દેવાની મૂકી દઇને સમજાવવા પ્રયત્ન કરે.
૩૮૮. દુખમય-દુખજનક અને દુઃખની પરંપરા વધારનાર એવા આ સંસારમાં પડી રહેલા અને પતિત થએલાને પાટુ મારનાર ઘણા હોય છે પણ તેઓને, અભિમાનને યાગ કરીને ઉભા કરનાર અને સન્માર્ગે ચઢાવનાર કેટલા ? વિરલ હોય છે.
સંસારમાં બૂડવાના સાધનને પાર નથી તેમજ ચઢવાના સાધને પણ સારી રીતે મળી શકે એમ છે; પણ તે ચઢવાના સાધને તેઓને સફલ ક્યારે થાય કે જ્યારે સમ્યગ પ્રકારે વિચાર પૂર્વક વિવેક લાવે ત્યારે તે સાધને સફલ બને અને બૂડતાં બચી જાય, અને આત્મન્નિતિ કરવા સમર્થ બને, “સારાસાધને, બૂરા સાધનેને ત્યાગ કર્યા સિવાય ફલ કયાંથી આપે?”
For Private And Personal Use Only