________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેથી તેઓનું દીધેલ દાન, દાઝી જાય છે અને સદ્ભાવનાના અંકુરો ઉગતા નથી, અંતરાય કર્મો બંધાતા હેવાથી પછી દાન દેવાની ઈચ્છા પણ ઓછી થાય છે. અંતરાયને હઠાવવો હોય તે દાન આપીને અનુમોદના કરે, આનંદમાં હે. નહીતર છતી સામગ્રીએ, રસવતી પણ ખાઈ શકાશે નહી. અને ખાવા જશે તે પિટમાં વ્યાધિ થશે કે ઝાડા-ઉલટીઓ થશે. ધર્મ કાર્યો કરવાની ભાવના હશે તે પણ ધાર્મિક કાર્યો બની શકશે નહી અને ધાર્મિક કાર્યો કર્યા સિવાય પુણ્યબંધ થત નથી અને બંધ સિવાય ઉદય ક્યાંથી થાય? માટે હૃદયમાં મમતા-આસકિતને ત્યાગ કરી દાન દો અને ખુશી થાઓ.
૭૯૮. ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરવું, અને સંઘયણ ઉત્તમ મળવું, ઠકુરાઈ સારા પ્રમાણમાં મળવી, ગર્ભશ્રીમંત બનવું તે ભાગ્યાધીન છે, પરંતુ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવા પૂર્વક ઉત્તમ બનવું તે સ્વાધીન છે. તેમાં હિંમતસાહસબળ બુદ્ધિની પણ જરૂર છે. તે પરાધીન નથી. માટે જન્મ ધારણ કરી ઉત્તમ ગુણેને મેળવવા પ્રયત્નશીલ બનવું તે આવશ્યક છે. ઉત્તમ ગુણાને મેળવતાં સંકડામણ આવે, વિવિધ વિઠ્ઠો આવે તે પણ હિંમતને મૂકવી નહી. વખતે વખતે વિરુદ્ધતા આવીને ઉપસ્થિત થાય, અને છેવટે એમ લાગતું હાય કે એક ઘડી પણ હવે કાશે નહીં, ત્યારે પણ હાથમાં લીધેલ ઉત્તમ કાર્યને ત્યાગ કરતા નહી, કારણ કે તે જ વખતે સફળતા મળવાની હોય છે. ઉત્તમ કાર્યને, ઉત્તમ ગુણોને મેળવવામાં તમે સફળ થયા હો અને તેમાં જે ડહાપણ અને બુદ્ધિને વિકાસ થએલ હોય તે આત્મવિકાસમાં બહુ જ સહારે
*
For Private And Personal Use Only