________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
વિહીન, હતભાગીને શરીરમાં રોગની પરંપરા પ્રકટે છેઅને અન્તરના શત્રુઓ જે બાએલ હોય છે, તે અસદ્દા સંકટ આપવા તૈયાર થાય છે–માટે શાસ્ત્રાનુસારે, અભક્ષ્ય-અનંતકાયઅજ્ઞાતફલ-રાત્રિભેજનને પરિહાર કરે તે પણ ધર્મ છે.
૧૫૪. થાય એવા થવું-શર્ટ પ્રતિ શઠતા કરવી-વાંકા સાથે વાંકા થવું-એક ગાળ ભાંડનારને બે ભાંડવી, તમાચે મારનારને ગુમે મારે, ઈત્યાદિ પ્રકાર, સંસારસાગરમાં ભમાડનાર અશુભ વ્યવહાર છે. પણ મુનિ, ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત, સિદ્ધ જે પ્રકારે થયા તેવું આપણે થવું તે ઉત્તમ છે. શઠં પ્રતિ સરલતા રાખવી, વાંકા સાથે સીધા રહેવું–અને ગાળો ભાંડનારના ઉપર દયા લાવી, ગાળો સાંભળવી-પણ સામી ભાંડવી નહી; તમા મારનારના ઉપર અનુકંપા લાવી ત્યાંથી ખસી જવું. આ ધાર્મિક શુભ વ્યવહાર છે.
આરાધેલ શુભ વ્યવહાર, આત્મવિકાસ કરવામાં સારી રીતે સહાય કરે છે. મૃતજીવનમાં અમૃત સિંચીને નવપલ્લવિત કરે છે. શુભ ધાર્મિક વ્યવહારની આરાધના કરનારની વિષયવાસના, કષાયને વેગ, મંદ-મેળે પડે છે. તેને એમાં રસ પડતું નથી. ક્ષમાશીલ બની, સ્વજીવન દરમ્યાન કલ્યાણ સાધી, પરિચયમાં આવેલ પ્રાણુઓને, સ્વજીવનનું કલ્યાણ સધાવે છે. માટે અશુભને ત્યાગ કરી શુભ વ્યવહારને આદરે. - ૧૫૫, અરિહંત ભગવાનના અતિશ, અકલમાં આવે એમ નથી; કારણ કે અતિશયે, અનતિ પુણ્યની રાશિમાંથી ઉત્પન્ન થાય છે. પુણ્યને પ્રભાવ, અચિ
For Private And Personal Use Only