________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
આત્મજ્ઞાનમાં અને સદાચારોમાં વિષય કક્ષાના વિકારે પડતાં માનસિક સ્થિતિ, વિકારી બનીને ખરાબ થાય છે અને કષ્ટદાયી કર્મો બંધાય છે, માટે વિકારે થાય નહીં તે માટે પ્રથમ ખાવાપીવામાં-ચાલચલગતમાં બહુ ઉપગ રાખવાની આવશ્યક્તા છે.
૭૧૬. ફળ વિહીન વૃક્ષને પંખીઓ તજી દે છે અને પુષ્પ વિનાની વેલડીઓને ભમરાઓ તજે છે તથા નિર્ધન મનુષ્યને સ્વાર્થ ન સરતાં સગાં તજે છે, તે પ્રમાણે ગુણે વિનાના માનવીઓને સત્તા-સંપત્તિસાહ્યબીઓ વિગેરે તજે છે અને ગુણવાનની પાસે તેજ સત્તા-સંપત્તિ વિગેરે હાજર થાય છે.
૭૧૭. સંગે બદલાવાથી સ્વભાવ બદલાતું નથી. વેશ બદલવાથો દ્વેષ ખસતે નથી, અને દેશ બદલવાથી દિશા બદલાતી નથી. સ્વભાવાદિક, બદલવા હેય તે સમ્યમ્ જ્ઞાન દર્શન અને ચારિત્રની સારી રીતે આરાધના કરી અન્ત રાત્મા બને. તેમજ પોતાના આત્માથી અન્યને પર માની તેમાં મુગ્ધ બને નહી. પરવસ્તુઓને પોતાની માનવાથી પડેલે સ્વભાવ કદાપિ બદલાશે નહી અને બદલાતું પણ નથી; તે પછી અન્તરાત્માની દશા કયાંથી લાભે? જે પરવસ્તુઓમાં મુગ્ધ બનતું નથી અને આત્મિકગુણેને પ્રગટ કરવા રુચિમાન છે તે અન્તરાત્મા કહેવાય.
૭૧૮. મૈત્રીભાવનાવાળા મહાશય, શિકારી હિંસક પ્રાણુઓ પર પણ મૈત્રીભાવના રાખતે હેવાથી તેઓના ઉપર પણ દયા ભાવ રાખે છે; હિંસાથી બચાવવા તે હિંસક
For Private And Personal Use Only