________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ ખરા મિત્રે સનેહીના તેવા વિકટ પ્રસંગે કાન ઉઘાડવા ચૂકવું નહી. તેઓએ એકાંતમાં હિતકારી વચને કહીને સમજાવવા જોઈએ; પણ સમાજમાં બેઆબરૂ થાય તેવું જાહેરમાં મૂકવું જોઈએ નહી, જેથી નેહી સાથે મિત્રતા ટકે છે, અને સ્નેહીઓ સુધરે છે.
પપર. એકાંતમાં કે જન સમુદાયમાં જેનું મન સ્થિર રહે છે, એટલે સ્વાધીન છે તે મહાત્મા-અને શૂરવીર ગણાય. આવા મહાત્માઓને દરેક પ્રસંગે અનુકૂલતા-કે પ્રતિકૂલતાના પ્રસંગે વ્યાકુલતા થતી નથી.
૫૫૩. જ્યાં સુધી મનમાં ઈચ્છા-આશા અને તૃષ્ણા ઉભરાય છે. ત્યાં સુધી ભલે દેવેની દેવતાઈ મલે તે પણ કદાપિ સતેષ થાય નહી; માટે વસ્તુઓના સ્વરૂપનું જ્ઞાન કરી ગુણ-દેષને જાણવાની જરૂર છે.
પપ૪. દિવ્યસ્વરૂપ કહેતાં–આત્મગુણેને સંબંધ શાથી છૂટે છે કે જ્યારે પરસંગમાં અત્યાસક્તિ હોય છે, અને તેમાં સુખની આશા હોવાથી આત્મિક ગુણે તરફ પ્રેમ રહેતું નથી;
જ્યારે પીગલિક સુખની આશાને ઈરછાને ત્યાગ થશે ત્યારે આત્મગુણેમાં પ્રેમ થશે.
૫૫૫. આત્મગુણેથી વિમુખ બનવું–તે પ્રથમ અધઃ પતન છે અને સંસારના વિષયકષાયની વૃત્તિમાં સન્મુખ બન વું તે ઉત્તરોત્તર અધિક પતન હેઈ આત્મિક શકિતઓને ગુમાવવા જેવું થાય છે, માટે આત્મિક ગુણ તરફ વિમુખ ન બનતાં સન્મુખ બને.
For Private And Personal Use Only